સ્નાન કરવું એ આપણી રોજીંદી ક્રીયાનો એક ભાગ છે,દરરોજ સવાર આપણી ન્હાવા સાથે પડતી હોય છે, આપણે ન્હાવા માટે અલગ અલગ સાબૂનો ઉપયોગ કરીએ છીએ, દરેક કંપનીના સાબૂ અલગ અલગ રંગના હોય છે જો કે દરેક સાબૂમાંથી ફીણ તો સફેદ જ થાય છે, તો ઘમી વખત મનમાં વિચાર તો આવતો હશે જ કે રંગીન સાબૂમાંથી ફીણ શા માટે સફેદ જ થાય છે, તો ચાલો જાણીએ તેના પાછળનું કારણ
તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાન અનુસાર કોઈ પણ વસ્તુનો પોતાનો રંગ નથી હોતો. કોઈપણ વસ્તુના રંગનું કારણ પ્રકાશના કિરણો છે.ખરેખરમાં, પ્રકાશના કિરણોમાં સાત રંગો હોય છે, જે જ્યારે શોષાય છે અથવા પરાવર્તિત થાય છે ત્યારે તે પદાર્થને રંગ આપે છે.
જ્યારે કોઈ વસ્તુ પ્રકાશના તમામ કિરણોને શોષી લે છે, ત્યારે તે કાળી દેખાય છે. તેનાથી વિપરિત, જ્યારે કોઈ વસ્તુ પ્રકાશના તમામ કિરણોને પ્રતિબિંબિત કરે છે, ત્યારે તે વસ્તુ સફેદ દેખાય છે. ફીણના કિસ્સામાં પણ આવું જ કંઈક બનતું જોવા મળે છે,આ સિવાય સફેદ રંગ દેખાવાનું કારણ એ છે કે સાબુમાં વપરાતો રંગ બહુ અસરકારક નથી, જેના કારણે તેનો રંગ દેખાતો નથી.
એક રિપોર્ટ પ્રમાણે, જ્યારે કોઈપણ રંગનો સાબુ બને છે, ત્યારે તેમાં પાણી, હવા અને સાબુ હોય છે, જે ગોળાકાર આકાર લેતા પરપોટાના રૂપમાં દેખાય છે. જ્યારે પ્રકાશ કિરણો તેમના પર પડે છે, ત્યારે તેઓ પ્રતિબિંબિત થાય છે અને આ પારદર્શક પરપોટા સફેદ રંગના દેખાવા લાગે છે.વિજ્ઞાન પ્રમાણે, સાબુના ફીણમાંથી બનેલા નાના પરપોટા સતરંગી પારદર્શક ફિલ્મમાંથી બને છે, પરંતુ આ નાના પરપોટા પારદર્શક હોય છે. આ જ કારણ છે કે જ્યારે પ્રકાશનું કિરણ તેમના પર પડે છે, ત્યારે તેના તમામ રંગો પ્રતિબિંબિત થાય છે.
આ બાબતે વિજ્ઞાન કહે છે કે જ્યારે આવું થાય છે ત્યારે આ પરપોટા સફેદ દેખાય છે. આ જ કારણ છે કે સાબુ લીલો હોય કે ગુલાબી, તેમાંથી નીકળતું ફીણ હંમેશા સફેદ રંગનું હોય છે.