Site icon Revoi.in

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઠંડીમાં વોશરુમમાં જ શા માટે હાર્ટ એટેકેનું વધુ જોખમ છે ? આ છે તેના કારણો

Social Share

શિયાળામાં મોટા ભાગના લોકોને હ્દયરોગનો હુમલો આવતો હોય છે આપણે સૌ કોઈએ એક વાત તો નોંધી જ હશે કે મોટા ભાગના લોકોને બાથરુમમાં ન્હાતા સમયે અથવા તો ટોયલેટમાં બેસતા વખતે જ હુમલાો આવે છે,શિયાળામાં આવી ઘટનાઓ વધે છે પણ શું તમે જાણો છો કે બાથરુમમાં જ શા માટે હાર્ટએટેક આવવાનું પ્રમાણ વધુ છે,તો ચાલો જોઈએ તેના કારણોજે લોકો  કોલેસ્ટ્રોલ, હાઈ કે લો બ્લડ પ્રેશર, જાડું લોહી અથવા લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી પીડાતા હોવ તો તમારા માટે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ બમણું થઈ જાય છે.

ન્હાતા વખતે હાર્ટએટેકઃ આમ કરવાથી બચો

જો તમે ન્હાતા  વખતે સૌથી પહેલા તમારા માથા પર પાણી રેડો છો, તો આ ભૂલ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. સ્નાન કરતી વખતે, કોઈપણ ઋતુમાં પહેલા તમારા માથા પર પાણી ન નાખો. પાણી રેડવાની સાચી રીત એ છે કે પહેલા પગ પર, પછી કમર પર, ગરદન પર અને છેલ્લે માથા પર પાણી રેડવું. માથા પર સીધું ઠંડુ પાણી નાખવાથી રુધિરકેશિકાઓની નસો સંકોચાઈ જવાનું જોખમ રહેલું છે.

આ સાથે જ આ નસ સંકોચાઈ જવાને કારણે બ્લડ સર્ક્યુલેશનમાં ખલેલ પહોંચે છે અને અચાનક બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે. ઠંડા પાણીને કારણે માથાની નસો સંકોચાઈ જાય છે અને લોહીના દબાણને કારણે તે ઘણી વખત ફૂટે છે. જેના કારણે સ્ટ્રોક આવે છે.

બ્લડ સર્ક્યૂલેશન ઓચુ થવાથી હાર્ટએટેક આવે છે

શરીરનું રક્ત પરિભ્રમણ માથાથી પગ સુધી હોય છે અને ઠંડુ પાણી માથા પર પડતાં જ રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને રક્ત પરિભ્રમણ ખૂબ જ ધીમુ થઈ જાય છે. તેનાથી સ્ટ્રોક અને એટેકનો ખતરો વધી જાય છે, કારણ કે લોહી હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. ઘણી વખત ઠંડુ પાણી પડતાં જ મગજની ચેતા ફૂટી જાય છે. આ જ કારણ છે કે બાથરૂમમાં સ્ટ્રોક કે હાર્ટ એટેકનું જોખમ વધું છે.

Exit mobile version