Site icon Revoi.in

 દેશની ત્રણેય  સેનાના અંગોમાં  સેવા કરી એર માર્શલ ડૉ.આરતી સરીન એ રચ્યો હતો ઈતિહાસ

Social Share

દિલ્હીઃ- હવે મહિલાઓ પણ દેશના સંરક્ણ ક્ષેત્રોમાં પોતાની ફરજ અદા કરી રહી છે,દરેક નોર્ચે હવે મહિલાઓ પુરુષ સમોવડી બની છે ત્યારે દેશની સરકાર પણ મહિલાઓને સંર્ક્ષણ ક્ષએત્રમાં કાર્યરત કરી રહી છે આ દિશામાં હવે ડો આરતી સરીન એ ઈતિહાસ રચ્યો છે. તેમણે સેનાના ત્રણેય પાંખોમાં દેશની સેવા કરી ઈતિહાસ રચ્યો છે.આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ સાથે જોડાયેલી આરતી આર્મી અને નેવી બાદ એરફોર્સ માટે સેવા આપનાર પ્રથમ ઓફિસર બન્યા છે.આ પ્રાપ્ત કરેલી સિદ્ધીને લઈને આરતી કહે છે કે ,કોઈપણ કાર્યમાં સફળતા માટે સમર્પણ અને મહેનતનો કોઈ વિકલ્પ નથી. ડૉક્ટર તરીકે મારા દર્દીઓ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. 

જો આરતી સરીન વિશે વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 1985માં આર્મીમાં જોડાયા હતા.  વર્ષ 1989 થી 2022 સુધી  તેમણે ઈન્ડિયન નેવીમાં સેવા આપી. સર્જન વાઈસ એડમિરલ આરતી હવે એર માર્શલ તરીકે પોસ્ટેડ છે. આરતીના ભાઈ કોમોડોર રાજેશ સરીન નેવીમાં હતા. રાજેશ ત્રણ સબમરીન અને એક ફ્રિગેટનો કમાન્ડર રહી ચૂક્યો છે. આરતી અને રાજેશના પિતા પણ 1942 થી 1984 સુધી નેવીમાં હતા. તેઓ બીજા વિશ્વયુદ્ધ અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં સામેલ હતા.

આ સહીત વિતેલા વર્ષ દરમિયાન ઑક્ટોબરમાં, ડૉ આરતીએ નૌકાદળની પુણે સ્થિત આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કૉલેજ (AFMC) ના કમાન્ડન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેણે આ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું .ટિમ્પાની સ્કૂલ, વિશાખાપટ્ટનમની ભૂતપૂર્વ વિદ્યાર્થી, આરતીએ AFMC, પુણેમાંથી રેડિયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈમાંથી DNB રેડિયેશન ઓન્કોલોજીમાં ડિગ્રી પણ ધરાવે છે. તેણે યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાંથી ગામા નાઈફ સર્જરીની તાલીમ પણ લીધી છે.અનેક ડિગ્રીઓ સાથે તેમણે આજે આ સિદ્ધી હાંસલ કરી છે.