Site icon Revoi.in

સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો નિયમ – હવેથી ઓટીટી પ્લેટ ફોર્મ પર તમ્બાકુ વિરોધી જાહેરાતો દર્શાવી શકાશે

Social Share

દિલ્હીઃ- જ્યારે પણ આપણે સિનેમાઘરોમાં મૂવી જોવા જતા હોય છે ત્યારે તમ્બાકુ નિષેધ જાહેરાતો જોવા મળે છે ત્યારે ઓટીટી પર પણ તમને આ પ્રકારની જાહેરાતો જોવા મળશે, કારણ કકે આજરોજ  વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવા નિયમો જારી કર્યા છે, જે મુજબ હવે OTT પ્લેટફોર્મ પર પણ તમાકુ વિરોધી ચેતવણીઓ દર્શાવવી પડશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જો OTT પર કન્ટેન્ટ દર્શાવનારા પ્રકાશકો આ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમાકુ સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી ભારત સરકારે આ પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે, ‘જો કોઈ પ્રકાશક આ નિયમોનું પાલન નહીં કરે તો સ્વાસ્થ્ય મંત્રાલય, માહિતી પ્રસારણ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની એક સમિતિ આ મામલે સુઓમોટો કોગ્નાઈઝન્સ લેશે અને પગલાં લેશે.

એટલે કે હવેથી થિયેટરોમાં મૂવીઝ અને ટીવી કાર્યક્રમોની જેમ, તેણે તમાકુ સામે ચેતવણી આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સૂચના મુજબ, તમાકુ ઉત્પાદનો અથવા ઓનલાઈન સામગ્રીમાં તેનો ઉપયોગ દર્શાવતી વખતે, પ્રસારણકર્તાઓએ કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી 30 સેકન્ડ માટે તમાકુ વિરુદ્ધ આરોગ્ય ચેતવણીઓ આપવી હવે ફરજિયાત રહેશે.

વર્લ્ડ નો ટોબેકો ડે પર આરોગ્ય મંત્રાલયે આ સૂચના જારી કરી છે. આ પછી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને સોની લિવ જેવા તમામ OTT પ્લેટફોર્મ માટે સામગ્રી સાથે તમાકુ વિરોધી ચેતવણીઓ દર્શાવવી ફરજિયાત રહેશે.

આ સાથે જ સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની અવધિની તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પ્રદર્શિત કરવી પહેલેથી જ ફરજિયાત છે.