Site icon Revoi.in

આરોગ્ય મંત્રાલયની સૂચનાઃ- વેક્સિનની શીશી ખોલતા પહેલા તેનો સમય અને તારીખ નોંધવી, તેનો ઉપયોગ ચાર કલાકની અંદર કરવો 

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બની છે, દેશના કેટલાક રાજ્યોમાં વેક્સિનનો મોટા પ્રમાણમાં બદાડ થયો હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે વેક્સિનના થઈ રહેલો બડાગને લઈને આરોગ્ય મંત્રાયલે કેટલીક સૂચનાઓ આપી છે, જેથી વેક્સિનના થતા બગાડને ઇટકાવીને સાચા અર્થમાં વેક્સિનનો ઉપયોગ થઈ શકે.

વિતેલા દિવસને શુક્રવારના રોજ આ માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો કહ્યું છે કે, વેક્સિનની શીશી ખોલતા પહેલા સમય અને દિવસ લખવો પડશે. એક શીશીનો ઉપયોગ ચાર કલાકમાં જ  થવો જોઈએ. આ સાથે જ 100 જેટલા લોકો રસીકરણના કેન્દ્રમાં રાહ જોઇ શકે છે. ઉપરાંત, દુર્લભ અથવા ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ કેન્દ્ર પર હાજર કર્મચારી તે મુજબ ખર્ચ કરી શકે છે.

મંત્રાલયે વધુમાં કહ્યું કે વેક્સિનની જેટલી પણ શીશીઓ ખોલવામાં આવે છે તે દરેકનો 4 કલાકની અંદર ઉપોગ થઈ જવો જોઈએ,તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને પણ દરેક રસીકરણ સત્રમાં ઓછામાં ઓછા 100 લાભાર્થીઓને આવરી લેવાની સલાહ આપવામાં આવી છે. દૂરસ્થ અને ઓછા વસ્તીવાળા વિસ્તારોના કિસ્સામાં, રાજ્ય નાની સંખ્યામાં લાભાર્થીઓ માટે સત્રનું આયોજન કરી શકે છે.સત્રનું આયોજન ત્યારે જ થઈ શકે છે જ્યારે પૂરતા લાભાર્થીઓ ઉપલબ્ધ હોય.