Site icon Revoi.in

વિઝા વિલંબ મામલે ભારતની ફરીયાદ સાંભળી અમેરિકા એક્શનમાં – વેઈટિંગ સમય ઓછો કરવા મહત્વનું પગલું લેશે

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારી બાદ અમેરિકા દજવા માંગતા લોકોએ વધુ રાહ જોવી પડી રહી છે અમેરિકા દ્રારા વિઝાના ઈન્ટરવ્યૂ લંબાવવામાં આવી રહ્યા છએ વેઈટિંગ સમય ખૂબ લાંબો છે ત્યારે ભારતના નાગરિકો આ બાબતથી પરેશાન જોવા મળી રહ્યા છે, છએલ્લા કેટલાક મહિનાઓથી અનેક લોકોના વિઝા વેઈટિંગ લીસ્ટમાં પડ્યા છે.

વિધા માટે  અમેરિકાએ લાંબો વેઈટિંગ પિરિયડ રાખ્યો છે  ત્યારે આ બાબતે ચિંતા વ્યક્ત કરતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના સમકક્ષ એન્ટની બ્લિન્કન સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવ્યો છે. ત્યારે હવે તેની અસર થયેલી જોવા મળી રહી છે ભારકતની વાત સાઁભળીને અનેરિકા એક્શનમોડમાં આવશએ અને ખાસ પગલું ભરશે.

વિઝા માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે, યુએસ એમ્બેસી તેના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ સપ્તાહની શરૂઆતમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે વિઝા માટે લાંબી રાહ જોવાનો મુદ્દો ઉઠાવ્યા પછી, દિલ્હીમાં યુએસ દૂતાવાસે પરિસ્થિતિને સુધારવા માટે લેવામાં આવતા પગલાં સમજાવ્યા.

નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીમાં કોન્સ્યુલર બાબતોના મંત્રી ડોન હેફલિને ગુરુવારે જણાવ્યું હતું કે ભારત ભારતમાં વાણિજ્ય દૂતાવાસમાં અસ્થાયી સ્ટાફ અને ડ્રોપ બોક્સની સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યું છે અને તેમાં એક વર્ષથી ઓછો સમય લાગશે,તેમણે એમ પણ કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં H અને L વર્કર વિઝા શ્રેણી માટે 1 લાખ એપોઇન્ટમેન્ટ ખોલવામાં આવશે.

એક મીટિયા રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે કોરોના તેની પહેલાની સ્થિતિમાં પાછો આવશે. ડ્રોપ બોક્સનો અર્થ એ છે કે જેમની પાસે પહેલાથી યુએસ વિઝા છે અને ચોક્કસ સમયમર્યાદામાં સમાપ્ત થઈ ગયા છે તેમના માટે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી પડતી. આ પગલાં વિઝા માટે રાહ જોવાના સમયમાં ઘટાડો કરશે.