ગરમીને કારણે પાચનની સમસ્યા પણ થઈ શકે છે. તેનાથી બેક્ટેરિયા અને ઈન્ફેક્શન પણ થાય છે. આ જ કારણે વધુ પડતી ગરમીને કારણે ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.
ગરમીને કારણે ઘણી વખત હાર્ટબર્ન અને ખાટા ઓડકારની સમસ્યા રહે છે. ખોરાક પણ બરાબર પચતો નથી. ગરમીથી બચવા માટે રોજ નારિયેળ પાણી પીવો. કારણ કે નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં હોય છે. તે શરીરમાં પાણીની કમી નથી થવા દેતું.
ઉનાળામાં કાકડી જરૂર ખાવી જોઈએ. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે સારા બેક્ટેરિયા માટે જાણીતા છે. તે પેટને પણ ઠંડુ રાખે છે. સાથે દહીં પાચનક્રિયા પણ સારી રાખે છે. ઉનાળામાં કાકડી જરૂર ખાઓ. તે શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે. શરીરનું તાપમાન પણ જાળવી રાખે છે. કાકડી ખાવાથી કોઈપણ પ્રકારનું વજન નથી વધતું.