Site icon Revoi.in

અમદાવાદમાં સવારે ગાઢ ધુમ્મસ,ઓછી વિઝિબિલિટીથી લોકોને વાહન ચલાવવમાં તકલીફ

Social Share

અમદાવાદ: રાજ્યમાં અત્યારે જોરદાર ઠંડીનો ચમકારો છે. પારો 10 ડિગ્રી તો જોવા મળ્યો છે પણ હવે અમદાવાદમાં ઠંડીની સાથે સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું છે. આજે સવારનો માહોલ એવો રહ્યો કે ધુમ્મસના કારણે લોકોને 30-40 ફૂટ આગળનું જોવામાં પણ તકલીફ પડી. લોકો દ્વારા સવારના સમયમાં વાહનોની લાઈટ ચાલુ રાખીને ધીમે ધીમે આગળ વધવું પડ્યું.

ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. જોકે, હાલ અનુભવાઈ રહેલું તાપમાન હજુ યથાવત રહેશે. પણ બે દિવસ બાદ ફરી ઠંડી (coldwave) વધવાની શક્યતા છે.

વરસાદની આગાહીના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રવિપાકની સીઝન વચ્ચે વરસાદની આગાહીના કારણે ખેડૂતો (farmers) માં ચિંતામાં માહોલ છે. જોકે આ આગાહી 2 દિવસ માટે છે.. બે દિવસ પછી ગુજરામાં ફરી ઠંડીનું મોજુ ફરી વળશે. અને લઘુત્તમ તાપમાન 2થી 5 ડિગ્રી સુધી ઘટશે.