Site icon Revoi.in

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ અપાયું, યાત્રીઓને જ્યાં છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ

Social Share

દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,જાણકારી પ્રમાણે  ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ પર પણ ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કેદારનાથ ધામમાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે “જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓએ એક જગ્યાએ રોકાવું જોઈએ અને વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ

આ સહીત કેદારનાથ જતા  તમામ તીર્થયાત્રીઓએ તેમની સલામતીનું ખાસ ધ્યાન રાખવા જણઆવ્યું છે  રાજ્ય સરકાર અને જિલ્લાના તમામ યાત્રિકોએ તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા કહ્યું છે  વહીવટ જારી માર્ગદર્શિકાને અનુસરીને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવાની સૂચના અપાઈ છે.

આ અઠવાડિયે કેદારઘાટીમાં હવામાન ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના એલર્ટ પર રાજ્ય સરકારે કેદારનાથ ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન હાલ પૂરતું અટકાવી દીધું છે.આ માર્ગર્શિકામાં જણાવાયું છે કે કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને યાત્રાને નિયંત્રિત કરવામાં આવી રહી છે. સોનપ્રયાગથી સવારના 10:30 વાગ્યા પછી મુસાફરોને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે હવામાન સારું હોય ત્યારે જ તમામ યાત્રાળુઓ કેદારનાથની યાત્રા શરૂ કરી શકશે.