Site icon Revoi.in

ક્રિસમસને લઈને ગોવામાં પ્રવાસીઓની ભારે ભીડ- હોટલો ફૂલ ,સમગ્ર શહેરમાં ભારે હિલચાલ

Social Share

દિલ્હી – આજે દેશભરમાં ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશભરના લોકો ઠેર ઠેર પ્રવાસન સ્થળોએ લોકોની ભારે ભીડ ઉમટી છે. જેટલા પણ ફરવા લાયક સ્થળો છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો ફરવા માટે આવ્યા છે જેને કારણે પ્રવાસાન સ્થળોની હોટલો ફૂલ જોવા મળી છે,રસ્તાઓ પર અલગ પ્રકારની રોનક ફેલાઈ છે.ખાસ કરીને ગોવામાં ભારે લોકોની ભીડ જમા થઈ છે.

ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને બહારના દેશોમાંથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ ગોવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ અને નવા વર્ષની રજાઓ માણવા દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં દરિયાકાંઠાના આ રાજ્યમાં આવી રહ્યા છે.

જાણકારી પ્રમાણે હાલ ગોવામાં હોટેલો ફુલ થઈ ગઈ છે  કેટવીક હોટલોમાં બમણું ભાડુ પણ વસુલવામાં આવી રહ્યા હોવાના એહવાલ છે.ત્યારે ન્યુએરને લઈને હજી પણ લોકો એહી આવી રહ્યા છે તે પણ એવા સમયે જ્યારે કોરોના BF.7 ના નવા પ્રકારે ભારત સરકારની ચિંતા વધારી છે. જો કે, આ વેરિઅન્ટની હજુ સુધી ભારત પર એટલી અસર થઈ નથી જેથિી લોકો કોરોનાને સાઈડમાં રપાખઈને બિંદાસ ફરવા નીકળ્યા છે.

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે શુક્રવારે જ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં 2 જાન્યુઆરી સુધી કોરોના રોગચાળાને લગતા કોઈ નિયંત્રણો લાદવામાં આવશે નહીં. જો કે, તેમણે લોકોને સલામત રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે. સીએમ સાવંતે કહ્યું કે ક્રિસમસ સેલિબ્રેશન માટે હોટલોમાં આવતા પ્રવાસીઓની સંખ્યા 90 ટકા છે. જ્યારે નવા વર્ષ માટે હોટલમાં બુકિંગ પણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે 2 જાન્યુઆરી સુધી કોઈ કોવિડ પ્રતિબંધ રહેશે નહીં, આનાથી પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે. સાથે જ બે મોટી ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ પણ સજ્જ છે.

રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે લોકોને સલામત રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે. સીએમ સાવંતે કહ્યું કે ક્રિસમસ સેલિબ્રેશન માટે હોટલોમાં આવતા પ્રવાસીઓની સંખ્યા 90 ટકા છે. જ્યારે નવા વર્ષ માટે હોટેલનું બુકિંગ પણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે 2 જાન્યુઆરી સુધી કોઈ કોવિડ પ્રતિબંધ રહેશે નહીં, આનાથી પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે.