Site icon Revoi.in

 મગફળીનું જોરદાર વેંચાણ, ગોંડલ માર્કેટ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઇનો

Social Share

ગોંડલ: સોરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક થઈ છે. યાર્ડની બહાર હાઇવે ઉપર બંને બાજુ મગફળી ભરેલા વાહનોની 2 કિલોમીટરથી પણ વધુ લાંબી લાઇન જોવા મળી રહી છે અને હજુ પણ ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનો પાક લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે.

યાર્ડના કર્મચારીઓ મગફળીની આવકને લઇને ખડેપગે છે. મગફળીથી ગોંડલ યાર્ડ ઉભરાયું છે.  આગામી દિવસોમાં યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે મગફળીને મોટા પ્રમાણમાં આવક થતા આગામી સમયમાં સિંગતેલનો ભાવ ઓછો થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન વધતા લોકોએ આ પ્રકારની આશાઓ પણ સેવી છે. આ ઉપરાંત વાત એવી પણ છે કે કપાસનું પણ જોરદાર ઉત્પાદન થયું છે. લોકો દ્વારા કપાસ પણ મોટા પ્રમાણમાં વેચવામાં આવી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા કપાસનું પણ સારા એવા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, ચોમાસામાં વધારે વરસાદ પડવાના કારણે કેટલીક તકલીફ પડી હતી પણ તેમને પાકમાં મોટા પ્રમાણમાં રાહત રહી છે, ખેડૂતો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જો વાતાવરણ સારું રહ્યું હોત તો વધારે પાક થવાની સંભાવના હતી