Site icon Revoi.in

PM મોદીના માતા હીરાબાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

અમદાવાદઃ હાલ દેશમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તા. 1 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈને રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન આજે તેમના માતા હીરાબા મોદીએ પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાનું જાણવા મળે છે.

વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, મને ખુશી થાય છે કે મારી માતાને આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે, હું દરેકને વિનંતી કરું છું કે જેમને રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે તેઓને પ્રોત્સાહન કરો અને રસી લેવામાં મદદ કરો.

ગુજરાતમાં 2500 જેટલી સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજકીય આગેવાનોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધારે કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ અને નાગરિકોએ કોરોનાની રસીની રસી લીધી છે.