Site icon Revoi.in

પહેલા મરધી આવી કે ઈડું?  લો તમને અઘરા સવાલનો મળી ગયો જવાબ, વૈજ્ઞાનિકોએ કર્યો કંઈ આવો ખુલાસો

Social Share

 

દિલ્હીઃ- સામાન્ય રીતે સૌ કોઈ એમ પૂછતું હોય છે કે પહેલા મરઘી આવી કે ઈંડુ ,આ સવાલ સદીઓ જૂનો છે જેનો જવાબ આજે પણ લોકો શોધી રહ્યા છે.આ સવાલનો જવાબ બ્રિટિશ વૈજ્ઞાનિકોએ  શોધી કાઢ્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોના મતે, વિશ્વમાં સૌથી પહેલા મરધી આવી હતી.ત્યારે હવે કઈ રીતે તે પણ તેમણે તેમના અભ્યાસમાં વિગતવાર માહિતી રજૂ કરી છે ચાલો જોઈએ આ જવાબનું તથ્ય શું છે.

બ્રિટનના શેફિલ્ડ અને વારવિક યૂનિવર્સિટીના સંશોધકોએ આ અંગે એક અભ્યાસ કર્યો હતો. અભ્યાસના લેખક ડૉ. કોલિન ફ્રીમેન કહે છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી તેનો જવાબ શોધી રહ્યા હતા કે મરઘી પહેલા આવી હતી કે ઈંડુ

ફ્રીમેને કહ્યું કે અભ્યાસ દરમિયાન ઘણા વર્ષો સુધી જવાબ મળ્યો ન હતો. હવે તે સાબિત થયું છે કે તે મરઘી જ પહેલા આવી હતી. તેમનું આ અંગે કહેવું છે કે ઈંડા બનાવવા માટે ઓવોક્લાઈડીન નામનું પ્રોટીન જરૂરી છે. આ પ્રોટીન ઇંડાના ઉત્પાદન માટે જરૂરી છે. આ ખાસ પ્રકારનું પ્રોટીન ગર્ભાવસ્થા દરમિયાન મરઘીના ગર્ભાશયમાં બને છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ઈંડું નહીં પણ મરઘી જ પહેલા આવી છે.

સંસોધકોએ આ રીતે કર્યો અભ્યાસ