Site icon Revoi.in

ગરમીમાં પણ તમારો મેકઅપ રહેશે ત્વચા પર બરકરાર, મેકઅપ કર્યા બાદ આ ટિપ્સને કરો ફોલો

Social Share

હાલ ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે,બપોરના સમયે ઘરની બહાર જતા પહેલા જાણે વિચાર કરવો પડે છે, તેમાં ખાસ કરીને આપણી ત્વચાની કાળજી લેવી પડે છે, વધુ પડતી ગરમી અને તડકામાં આપણી ત્વચાને નુકશાન થાય છે.

આ સાથે જ ઉનાળામાં જો કોઈ વેડિંગ ફંક્શન હોય અથવા તો કોઈ ઓકેશન હોય અને આપણે મેકઅપ કરીને ઘરેથી કે પાર્લરમાંથી નીકળીને વેન્યૂ પર પહોંચીએ છીએ ત્યા સુધી તો મેકઅપની એસી કી તૈસી થઈ જતી હોય છે, ત્યારે આવી કાળઝાર ગરમીમાં મેકઅપને ચહેરા પર સેટ કરી રાખવા માટેની આપણ કેટલીક ખાસ ટીપ્સ જોઈશું.

ઉનાળાની ગરમીમા મેકઅપ પર થોડું વધુ ધ્યાન આપવું પડે છે કારણ કે શિયાળામાં પરસેવો થવાના કારણે મેકઅપ ખરાબ થઈ જાય છે.મેકઅપ પહેલા ચહેરો ધોવો પ્રથમ વસ્તુ એ છે કે જો તમે ઉનાળાની ઋતુમાં મેકઅપ કરી રહ્યા હોવ, તો સૌ પ્રથમ ઠંડા પાણીથી તમારા ચહેરાને ધો ઈ લો. ત્યાર પછી રૂની વડે તમે તમારા ચહેરા પર ગુલાબનું પાણી લગાવો.આમ કર્યા બાદ મેકઅપ કરવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે.

આ સાથે જ મેકઅપ કરતા પહેલા આઈસ ક્યૂબ ચહેરા પર 2 થી 5 મિનિટ ઘસી લો ત્યાર બાદ મેકઅપ કરવાથી પણ ચહેરા પર મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે

આ સાથે જ મેકઅપ કરતા પહેલા ચહેરા પર ફાઉન્ડેશન લગાવવું જોઈએ. અને ત્યારબાદ તમારા ચહેરા પર ફાઉન્ડેશને સરખી રીતે ફેલાવો તેનાથી તમારા ચહેરાની સ્કીન એક સરખી થઈ જાશે ત્યાર બાદલબીજી વસ્તુ ચહેરા પર અપ્લાય કરો.

જ્યારે તમે તમારા ચહેરા મેકઅપ કરો ત્યારે તમે આંખો પર પણ મેકઅપ કરો છો. તમે ગરમીની સીઝનમાં જેલ આઈલાનરનો ઉપયોગ કરવો જોઈએ જે લાંબા સમય સુધી ટકી રહે છે.આ સાથએ જ કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ બને ત્યા સુધી સારી બ્રાન્ડેડ યૂઝ કરો જેનાથઈ સ્કિન ખરાબ પણ નહી થાય.

આ સાથે જ જ્યારે પણ મેકઅપ રિમૂવ કરો છો ત્યારે તરત ચહેરા પર મોશ્ચોરાઈઝર વડે માલિશ કરીલો અને ઠંડા પાણીથી ચહેરો સાફ કરીને કાચૂ દૂધ લગાવીલો આમ કરવાથી ચહેરા પર ગરમી નીકળશે નહી.

જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી તમારી લિપસ્ટિક રાખવા માંગતા હો, તો લિપસ્ટિક અપ્લાય કરતા પહેલાં તમારા હોઠ પર ક્રીમ કે જેલ વડે મસાજ કરવો જોઈએ. તે પછી, હોઠ પર લિક્વિડ લીપ્સ્ટિકર લગાવી લો, મેટ લિપ્સ્ટિક જલ્દી ઓગળી જાય છએ અને ફેલાય જાય છે.