Site icon Revoi.in

જો તમારા વાળમાં ખોળાના સફેદ લેયર દેખાઈ રહ્યા છે તો હવે આપનાવો આ ટિપ્સ, મળશે છૂટકારો

Social Share

આજકાલ દરેક લોકો ખોળોથી પરેશાન છે,ખોળો થવાના કારણે જો કોઈ પ્લેન ડાઘ રંગના કપડા પહેર્યો હશે તો તેના પર પણ ખોળો પડવા લાગે છે અને પબ્લિકમાં આપણે શરમ અનુભવવી પડે છે ત્યારે આવી સ્થિતિમાં ઘરેલું નુલસ્ખાથઈ તમે તમારા વાળમાંમ રહેલા ખોળઓ માથી છૂટકારો મેળવી શકો છો, અને આ શરમિંગદીમાંથી પણ બહાર આવી શકો છો. 

ખાસ કરીને કાળા વાળ તેની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ડેન્ડ્રફ વાળને નબળા બનાવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના શેમ્પૂ અથવા કેમિકલ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, સમસ્યામાંથી કોઈ રાહત નથી. આવા લોકો માટે કેટલાક ઘરેલું ઉપચાર છે. 

નિષ્ણાતોના મતે વાળમાં થતા ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. નાળિયેર તેલમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન ઇ જેવા પોષક તત્વો હોય છે. તેનાથી તમને ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મળશે.

ડેન્ડ્રફથી રાહત મેળવવા વાળમાં દહીં પણ લગાવી શકાય છે. તેમાં રહેલું લેક્ટિક એસિડ તમારા વાળ માટે ખૂબ જ સારું છે. એક વાટકી દહીં લો અને તેને ડેન્ડ્રફની જગ્યાએ લગાવો. હળવો મસાજ કરો. 30 મિનિટ સુકાયા બાદ સાદા પાણીથી વાળને સારી રીતે ધોઈ લો. ડેન્ડ્રફની સમસ્યા ઓછી થવા લાગે છે.

બ્યુટી એક્સપર્ટના મતે એલોવેરા ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ સારું છે. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં એલોવેરા જેલ લો અને તેને તમારા વાળમાં લગાવો. 30 મિનિટ પછી વાળને સારી રીતે ધોઈ લો. ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.

જે લોકોને ડેન્ડ્રફની સમસ્યા હોય તેમના માટે પણ લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. લીંબુમાં રહેલું વિટામિન સી તમારા વાળ માટે પણ ખૂબ સારું છે. જો કે વાળમાં માત્ર લીંબુનો રસ ન લગાવવો જોઈએ. તેમાં થોડું ઓલિવ તેલ અથવા નારિયેળનું તેલ ઉમેરો અને તેને ડેન્ડ્રફની જગ્યા પર લગાવો. તેનાથી સમસ્યા ઓછી થશે.