Site icon Revoi.in

આ છે હાઈક્લાસ એરર્પોર્ટનું લીસ્ટ, અહી પ્રસાવીઓને જાણે પ્રવાસ સ્થળ પર આવ્યાની થાય છએ અનુભૂતિ

Social Share

વિશ્વભરમાં ઘણી સુંદર જગ્યાઓ આવેલી છે, અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે, દુનિયાભરની જો વાત કરીએ તો વિશઅવમાં અદભૂત ટેનોલોજીથી સજ્જ એરપોર્ટ,રેસ્વે સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે, જેની સુવિધાઓ 5 સ્ટાર હોટલને ટક્કર આપતી હોય છે, તો આજે વાત કરીશું વિશઅવના 5 એવા એરપોર્ટની કે જે પાઈવ સ્ટાર હોટલ કરતા પમ બેસ્ટ છે અને તેની સુંદરતા જોઈને સૌ કોઈ મોહી પડે છે, જેમાં અનેક સુવિધાઓ છે આ એરપોર્ટ એટલા શાનદાર છે કે તેને વિશઅવના ટોપ 5ની યાદીમાં મૂકવામાં આવ્યા છે.

હમાદ એરપોર્ટ કતાર – કતારના હમાદ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી વૈભવી એરપોર્ટ કોમ્પલેક્ષમાં થાય છે. આ એરપોર્ટનું નિર્માણ લગભગ 16 મિલિયન ડોલર એટલે કે 11 ટ્રિલિયન રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. 5400 હેક્ટરમાં ફેલાયેલા આ લક્ઝુરિયસ એરપોર્ટની સુંદરતા જોતા જ  સૌ કોઈની આંખો અંજાઈ જાય છે. ખરીદીથી લઈને સુવિધાઓથી સજ્જ છે આ એરપોર્ટ

મૈકકૈરન ઇન્ટરનેશનલ એરપોર્ટ- લાસ વેગાસમાં મૈકકૈરાન ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના ભીંતચિત્રો અને શિલ્પ માટે જાણીતું છે. આ સાથે, તમારે અહીં ફ્લાઇટની રાહ જોતી વખતે કંટાળો પણ નહીં આવે, કારણ કે તમે તમારા ફ્રી ટાઇમમાં અહીં ગેમિંગ પણ રમી શકો છો.અહીની શાનદાર સુવિધાઓ તમને ચોક્કસ ગમશે.

સિંગાપોર ચાંગી એરપોર્ટ- સિંગાપોરનું ચાંગી એરપોર્ટ તેના સુંદર બગીચાઓ, નાની નહેરો અને ધોધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ઘણા સુંદર થીમ પાર્ક બનાવવામાં આવ્યા છે.અહી આવતા લોકોને ફરવાની મજા એરપોર્ટ પર જ મળી જાય છે.

હોંગકોંગ એરપોર્ટ – આ એરપોર્ટ માનવ નિર્મિત ટાપુ પર બનેલ છે. હોંગકોંગ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી શાનદાર સુવિધાઓથી સજ્જ એરપોર્ટમાં પણ થાય છે. અહીં રાહ જોતી વખતે તમને કંટાળો નહીં આવે કારણ કે અહીં એક IMAX સિનેમા હોલ પણ છે જે તમારો ટાઈમ સારી રીતે પસાર કરવામાં મદદ કરે છે.