Site icon Revoi.in

તમારા ઘરમાં ઉગાડેલા ફૂલ-છોડની આ રીતે કરો માવજત – જાણીલો કેટલીક ખાસ ટિપ્સ

Social Share

દરેક લોકો ઈચ્છે છે કે પોતાનું ઘર બહારથી જેટલું આકર્ષક અને સુંદર હોય તેટલું જ વધુ અંદરથી પણ સુંદર અને મનમોહી લે તેવું હોય આ માટે આજકાલ દરેક ઘરોમાં અવનવા ફૂબલ છોડના પ્લાન્ટ લગાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છેઈનડોર પ્લાન્ટ ઘરની અંદરની શોભામાં વધારો કરે છે,જો કે ઘણા લોકોની સમસ્યા હોય છે કે ઘરની અંદર પ્લાન્ટ કરમાઈ જાય છે અથવા તો બરાબર ખીલતા નથી જો કે આ માટે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જેનાથી તમારા ઘરની અદંર લગાવેલા ફૂલઢોચ બરાબર ખીલશે અને તમારા ઘરની શોભા પણ વધશે.

પ્લાન્ટ કંઈ દિશામાં લગાવ્યો છે તેનું ધ્યાન આપો

સૌ પ્રથમ ખાતરી કરો કે તમારા ઘરના છોડને સંપૂર્ણ સૂર્યપ્રકાશ મળે છે કે નહી . તમારા છોડને કેટલા સૂર્ય પ્રકાશની જરૂર છે તે સમજીલો. જો તેને સીધો સૂર્યપ્રકાશની જરૂર હોય, તો તેને બારી પાસે મૂકો. જો તેને માત્ર ગરમ સ્થળની જરૂર હોય, તો તેને છાયામાં મૂકો પરંતુ બારીની નજીક મૂકવાનું રાખો

ફૂલ છોડને જરુર પુરતુ જ પાણી આપો

તમારા છોડને કેટલું પાણી જોઈએ છે તે ધ્યાનમાં લેવું પણ મહત્વપૂર્ણ છે. કેટલાક ઘરના છોડને અઠવાડિયામાં એકવાર પાણી આપવાની જરૂર પડી શકે છે જ્યારે અન્યને દિવસમાં બે વાર પાણી આપવાની જરૂર પડી શકે છે. કયા છોડને કેટલું પાણી જોઈએ છે તેનો આપણાને ખ્યાલ  હોવો જોઈએ

ઘરમાં નીકળતા શાકભાજી-ફળોના વેસ્ટને છોડમાં નાખો

ફળો અને શાકભાજીને પલાળવા અને સાફ કરવા માટે વપરાતા પાણીને બહાર ફેંકવાને બદલે આ પાણીનો ઉપયોગ તમારા છોડમાં નાખથવા માટે કરો. ઈંડાની છાલ, કેળા અને ફળની છાલ વગેરે જેવા કચરા છોડ માટે ખાતર તરીકે વાપરી શકાય છે.આ સાથે જ ચા બનાવ્યા બાદ ચાની ભૂકી પણ છોડમાં નાખો 

વિકમાં એક વખત છોડવાને બહાર રાખો

જો કોઈ એવા ફૂલ છોડ હોય તો તેને અઠવાડિયામાં 2 કે 3 વખત તડકામાં 30 મિનિટ સુધી રાખો, અથવા તો કોઈ પમ કુંડાને વીકમાં એક વાર બહાર તાપમાં રાખો જેથી તેને સંપૂર્ણ ઊર્જા મળે

છોડમાંથી  નીંદણ કાઢી નાખો

તમારા ફૂલ છોડમાં આજૂ બાજૂ જો નાનું નાનું ઘાસ ઇગી નીકળ્યું હોય તો તેને સાફ કરીલો, અને જો છોડ આડુ ફેલાતું હોય તો તેને કટ કરીલો

સમયાતંરે છોડને કાપવાનું રાખો

દર ત્રણ મહિને, તમારા છોડને થોડું બહાર બાજૂથી કટ કરવાનું રાખો  જેમ તમે તમારા વાળ સાથે કરો છો. મોટી ડાળીઓ કાપી નાખો, મૃત પાંદડા અને ખરાબ ડાળીઓને દૂર કરીદો

ખાતરનો ઉપયોગ કરો

કેટરપિલર, જંતુનાશકો,વગેરેનો ઉપયોગ કરો , જે છોડને  તંદુરસ્ત બનાવે છે,જીવાત કે કિટાણુંથી છોડને ખાતર બચાવે છે અને ખાતરથી છોડ ફલિત થાય છે જેથી ખાતરી કરો કે તમે સમયાંતરે તમારા છોડમાં ખાતર પડતું રહે.આ માટે બેસ્ટ કુદરતી ખાતરનો પમ ઉપયોગ કરો