Site icon Revoi.in

હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત – 1લી એપ્રિલથી ટોલટેક્સમાં 5 થી 7 ટકાનો વધારો કરાશે

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં એક બાજુ કોરોના વકરતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પેટ્રોલ ડિઝલમા ભાવ ભળકે બળી રહ્યા છે તો હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો ઝિંકાયો છે, ત્યારે હવે ટોલટેક્સને લઈને પણ વધારાના સમાચાર સામે આવ્યા છે.સામાન્ય જનતાને બધી રીતે મોંધવારીનો માર વેઠવો પડી રહ્યો છે.

આવનારી 1લી એપ્રિલના રોજથી નેશનલ હાઈવે પર આવન જાવન કરવું મોંધુ થાય તો તે નવાઈની વાત નહી રહે, કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1લી એપ્રિલથી જ ટોલ ટેક્સમાં  5 થી 7 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જ યાત્રીઓ માટે માસિક પાસમાં પણ 10 રુપિયાનો વધારો કરવામાં આવી શકે છે.મોંધવારીના કારણે અનેક ભાડાઓમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દરવરર્ષે નાણાંકીય વર્ષમાં ટોલ ટેક્સ વધારવામાં આવતો હોય છે,જે હેછળ આ વર્ષ દરમિયાન પણ 1લી એપ્રિલથી પાંચ ટકા સુધીનો વધારો નિશ્ચિત રૂપે કરવામાં આવશે

ફાસ્ટ ટેગ ઇલેક્ટ્રોનિક કલેક્શન સિસ્ટમ દ્વારા રાહ ઓછી જોવાશે પરંતુ તેની સામે ટોલ ટેક્સનું ભારણ સામાન્ય જનતાએ વેઠવું પડશે, આ સાથે જ ટ્રાન્સપોર્ટરો પર બોજો વધવાથી એમના ભાડામાં પણ વધારો થવાની પુરેપુરી શક્યતાઓ  છે.

સાહિન-