Site icon Revoi.in

કેનેડામાં હિન્દુફોબિયા વધી રહ્યો છે: કેનેડિયન સાંસદ મેલિસા લેન્ટસમેન

Social Share

નવી દિલ્હીઃ કેનેડાની સંસદમાં, સાંસદ મેલિસા લેન્ટ્સમેને એક અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે, કેનેડામાં હિન્દુફોબિયા વધી રહ્યો છે. ગૃહમાં મેલિસા લેન્ટ્સમેને કહ્યું કે, હિંદુ સમુદાયે તેમના પૂજા સ્થાનો પર હિંદુઓ વિરુદ્ધ વધતા હુમલાઓનો અનુભવ કર્યો છે. સંસદમાં ભાષણ દરમિયાન મેલિસાએ કહ્યું હતું કે,આ દેશમાં દરેક વ્યક્તિ પૂજા કરવા માટે એક સુરક્ષિત સ્થળને પાત્ર છે, ભય, હિંસા, ઉત્પીડન અને તોડફોડથી મુક્ત છે, પછી ભલે તે ગમે તે હોય.” “જ્યારે પરંપરાઓ અને સંસ્કૃતિઓને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે અને ગેરસમજ થાય છે.” આ અરજીને કેનેડાના તમામ મુખ્ય મંદિરો તેમજ 80 સમુદાય સંગઠનોનો ટેકો છે. અરજીમાં ગૃહને હિંદુ વિરોધી પૂર્વગ્રહ અને ભેદભાવને રોકવા માટે ગૃહની શબ્દભંડોળમાં હિન્દુફોબિયા શબ્દ ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે.

કેનેડામાં ખાલીસ્તાની સમર્થકો એક્ટિવ થયાં છે. એટલું જ નહીં વડાપ્રધાન ટ્રુડો તેમને સમર્થન આપતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન કેનેડામાં ખાલીસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કેસમાં પીએમ ટ્રુડોએ ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે વિવાદ ઉભો થયો હતો. બીજી તરફ ભારત સરકાર કેનેડાના પીએમના આક્ષેપને ફગાવી દીધો હતો. તેમજ બંને દેશ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારત સરકારે કેનેડા સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી તરફ કેનેડામાં બેઠેલા ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. અમેરિકા સહિતના દેશોએ પણ બંને દેશ વચ્ચે સંબંધ સુધરે તેવા પગલા લેવામાં આવી રહ્યાં છે.