Site icon Revoi.in

પાકિસ્તાન ખાતેના ઐતિહાસિક ગુરુ નાનક મહલમાં તોડફોડ, કિંમતી સામાન વેચવામાં આવ્યો

Social Share

લાહોર: પાકિસ્તાનમાં શીખ-હિંદી લઘુમતીઓ અને તેમના સ્મારકો સાથે બેઅદબી અને અત્યાચારનો વધુ એક કિસ્સો સરહદની પેલેપારથી પ્રકાશમાં આવ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક સ્થાનિક બદમાશોએ અધિકારીઓની કથિત મૌન સંમતિ બાદ સદીઓ જૂના ગુરુ નાનક મહલનો એક મોટો હિસ્સો તોડી પાડયો છે. તેની કિંમતી બારીઓ અને દરવાજા પણ વેચી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાની અખબારના અહેવાલમાં આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ, આ ચાર માળની ઈમારતની દીવાલો પર શીખ ધર્મના સંસ્થાપક અને હિંદુઓના આસ્થારૂપ ગુરુ નાનકદેવજી સિવાય હિંદુ શાસકો અને રાજકુમારોની પણ તસવીરો હતી.

રિપોર્ટ પ્રમાણે, બાબા ગુરુ નાનકદેવ મહેલ ચાર સદી જૂનો હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેને જોવા માટે ભારત સહીતના દુનિયાભરના શીખો અહીં આવતા હતા. જણાવવામાં આવ્યું છેકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પાટનગર લાહોરથી લગભગ 100 કિલોમીટર દૂર નારોવાલ શહેરમાં બનેલો આ મહેલ 16 ઓરડા ધરાવતો હતો અને દરેક ઓરડામાં ઓછામાં ઓછા ત્રણ દરવાજા અને ચાર રોશનદાન હતા. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના અધિકારીઓની કથિત મૌન સંમતિથી સ્થાનિક લોકોના એક જૂથે મહેલને આંશિક રીતે ધ્વસ્ત કરીને તેના બારી-બારણા અને કિંમતી સામાનને વેચી માર્યો છે.

અધિકારીઓને આ મહેલના માલિક સંદર્ભે કોઈ જાણકારી નથી. પરંતુ આ જૂની ઈમારતને બાબા ગુરુનાનક હમલ કહેવામાં આવે છે અને તેને સ્થાનિકોએ મહલાં નામ આપ્યું છે. ભારત સહીતના દુનિયાભરના શીખો અહીં આવતા હતા. સ્થાનિકોએ મહેલમાં તોડફોડ બાબતે તંત્રને જાણકારી આપી હતી. પરંતુ તેમ છતાં આવી ધૃણિત કાર્યવાહીને તાત્કાલિક રોકવા માટે પગલા લેવામાં આવ્યા નહીં.

નરોવાલના નાયબ કમિશનર વહીદ અસગરે કહ્યુ છે કે મહેસૂલ રેકોર્ડમાં આ ઈમારતનો કોઈ ઉલ્લેખ નથી. આ ઈમારત ઐતિહાસિક પ્રતીત થઈ રહી છે અને અમે નગરપાલિકા સમિતિના રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ. ઈટીપીબી સિયાલકોટ ક્ષેત્રના રેન્ટ કલેક્ટર રાણા વહીદે કહ્યુ છે કે અમારી ટીમ ગુરુનાનક મહલ બાટનવાલાના સંદર્ભે તપાસ કરી રહી છે. આ મિલ્કત ઈટીપીબીની છે, તેમા તોડફોડ કરનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ વિસ્તારના લોકોએ વડાપ્રધાન ઈમરાનખાનને તોડફોડ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.