Site icon Revoi.in

‘0’ રુપિયાની નોટનો ઈતિહાસ – ક્યારેય નહી જોઈ હોય તમે જીરોની નોટ, જાણો ક્યા અને ક્યારે છપાઈ હતી

Social Share

આપણે રોજીંદા જીવનમાં રુપિયાનો ઉપયોગ કરતા આવ્યા છે, જી હા રુપિયા એટલે કે 100ની નોટ, 500ની નોટ કે પછી 2 હજારની નોટ આ તમામ નોટ આપણે વટાવતા હોઈએ છીએ, પણ આજે વાત કરીશું જીરોની નોટ ની જી હા. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે જ  કે જીરોની તો કંઈ નોટ હોતી હશે વળી, પણ આની પણ એક સરસ કહાનિ છે.

જી હા ઝીરોની નોટ પણ ક્યારેક અસ્તિત્વમાં આવી હતી આ ઝીરો રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા અગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને તે બિલકુલ બીજી નોટોની જેમ જ દેખાઈ પણ છે.

હવે દરેકના મનમાં એક સવાલ થશે કે જીરોની નોટ શા માટે છાપવામાં આવી હશે અને તેનું મૂલ્ય તો શું હશે. જીરો જ ને…આ સાથે જ વળી આ નોટથી શું ખરીદી શકાય છે. તો તમારા સવાલ વ્યાજબી છે ,તો તેનો જવાબ છે કે આ નોટ આરબીઆઈ થકી જારી કરવામાં નથી આવી, વાત જાણે એમ છે કે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ રુપે આ નોટ જારી કરાઈ છે.લાંચ લેતા લોકોના મૂહ પર આ નોટ એક તમાચો સાબિત થાય છે.

નોટ એક સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર સામેના હથિયાર તરીકે  ઉપયોગ કરવામાં આવી હતી. આ વિચાર વર્ષ 2007માં દક્ષિણ ભારતમાં એક બિન-લાભકારી સંસ્થાનો હતો. તમિલનાડુ સ્થિત 5th Pillar નામની આ NGOએ લગભગ પાંચ લાખ રૂપિયાની ઝીરો નોટ છાપવાનું કામ કર્યું હતું. જેને હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં  છાપીને લોકોને આપવામાં આવી હતી.

જીરોની આ નોટની ખાસિયતો જાણો