Site icon Revoi.in

હોળી અટલે રંગોનો તહેવાર પરંતુ રણબીર કપુર, તાપસી પન્નુ અને જ્હોન અબ્રાહમ સહીતના કેટલાક બોલિવૂડ સ્ટાર્સ રંગોથી ભાગે છે દૂર 

Social Share

મુંબઈ – હોળીનો તહેવાર રંગો અને  મસ્તીનો તહેવાર હોય છે, બોલિવૂડમાં પણ આ તહેવારની ઘાનઘૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છએ,પરંતુ બોલિવૂડમાં એવા  પણ ઘણા સ્ટાર્સ છે જે હોળીને બિલકુલ પસંદ નથી કરતા અને રંગોનું નામ સાંભળીને તેઓ દૂર ભાગે છે. રંગોથી દૂર રહેનારા સ્ટાર્સમાં તાપ્સી પન્નુથી અને રણબીર કપૂર જેવા અનેક સ્ટાર્સના નામ શામેલ છે. તો ચાલો હોળીના દિવસે જાણીએ હોળીથી દૂર રહેચતા આ સિતારાઓ વિશે.

રંગોથી દૂર ભાગતા બોલિવૂડના સ્ટાર્સના લીસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમનું પણ આવે છે, તેને હોળી રમવાનું બિલકુલ પસંદ નથી. જ્હોન કહે છે કે, લોકો હોળીના પ્રસંગે હોળીના કેમિકલનો ઉપયોગ કરે છે. જે ત્વચાને મોટું નુકસાન પહોંચાડે છે.

આ યાદીમાં રણવીર સિંહનું નામ પણ શામેલ છે. રણવીરને હોળી જરા પણ પસંદ નથી. જ્યારે કોઈ તેમના ચહેરા પર રંગ લગાવે ત્યારે તેને તે ગમતું નથી. રણવીર કહે  છે કે પર્યાવરણ માટે રંગ નકામો હોય છે. તહેવારના પ્રસંગે રણવીર સિંહને તેની આજુબાજુ રંગ રાખવાનું પસંદ નથી.

બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને પણ હોળી ઝારા પસંદ નથી. હોળી પાર્ટીઓમાં કપૂર પરિવારમાં દરેક લોકો નજરે પડતા હોય છે, પરંતુ રણબીર કપૂર ત્યાંથી ગાયબ રહે છે. એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મના શૂટિંગ ‘બાલમ પિચકારી’નાં શૂટિંગ દરમિયાન રણબીર કપૂરની હાલત ખરાબ થઈ હતી કારણ કે તેને રંગો પસંદ નથી આને આ સોંગ રંગોથી ભરપૂર હતું.

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ તેના માતાપિતાને કારણે હોળી રમતી નથી. તાપ્સી પન્નુના માતાપિતાને આ તહેવાર ગમતો નથી.જેને કારણે, તાપસીને ક્યારેય હોળી રમવાની તક મળી નથી. હોળી વખતે તાપસી પન્નુ તેના કામમાં વ્યસ્ત છે.

સાહિન-