Site icon Revoi.in

પ્રવાસીના ધસારાને લીધે ઓખા-સરાઈ-રોહિલ્લા વચ્ચે 19મી માર્ચથી દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન,

Social Share

રાજકોટઃ ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં રોજગાર-ધંધામાં પરપ્રાંતના અનેક લોકો સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો દિવાળી તેમજ હોળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. હવે હોળી અને ધૂળેટીના તહેવારને પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પશ્વિમ રેલવેએ પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ઓખા-સરાઈ-રોહિલ્લા વચ્ચે આગામી તા. 19મી માર્ચથી ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ઓખા-દિલ્હી સરાય રોહિલા સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ ટ્રેન શરૂ થતાં દિલ્હીથી ઓખા સુધીના મુસાફરોને તેનો લાભ મળશે,તો જે મુસાફરોને હોળીને લઈ બહાર જવા માટેનો પ્રોગામ બન્યો હશે તેવા મુસાફરોનો આ સ્પેશિયલ ટ્રેનનો લાભ મળશે. ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનની બે ટ્રિપ્સ દોડાવવા આયોજન કરાયું છે. જેમાં ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સ્પેશિયલ 19 માર્ચ, 2024 મંગળવારના રોજ 10.00 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાઇ રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઇ રોહિલ્લા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાઇ રોહિલ્લાથી બુધવાર, 20 માર્ચ 2024ના રોજ 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. ટ્રેન નંબર 09523નું બુકિંગ 11 માર્ચ, 2024થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખૂલશે. આ ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશન પર રોકાશે. .આ ટ્રેનમાં AC2-ટાયર, AC 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ અને સેકન્ડ ક્લાસના કોચ હશે.

Exit mobile version