Site icon Revoi.in

ત્વચા પર ચમક કેવી રીતે લાવવી? આ રહ્યા તેના ઘરેલું ઉપાય

Social Share

ત્વચાની રોનક જાળવી રાખવા માટે ભારતમાં મોટાભાગના લોકો દવા, ટ્યુબ, તથા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હશે પણ આજે પણ દેશમાં એક એવો વર્ગ પણ છે કે જે આયુર્વેદ તરફ વળેલો છે. લોકોને આજે પણ ત્વચાની ચમક અને રક્ષા માટે આયુર્વેદ પર વિશ્વાસ છે. લોકો દ્વારા માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી અનેક રીતે ફાયદા પણ થાય છે.

આજના સમયમાં માટીના માસ્કની ખૂબ માગ છે કારણ કે, તેનાથી ત્વચાને ઘણી રીતે ફાયદો થાય છે. ક્લે માસ્ક આપણી ત્વચાને ડિટોક્સિફાય કરવાની સાથે ઉંડી સફાઇ કરે છે. આ પ્રકારને ત્વચાની કેર કરવાથી તે મૃત ત્વચાને દૂર કરે છે, ત્વચાને ઠંડક પહોચાડે છે અને ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે.

સલૂનમાં પણ આ પ્રકારની ટ્રિટમેન્ટ થઈ શકે છે પરંતુ તે મોંઘી પડી શકે છે. ઘરે આનો ઉપયોગ કરવાની રીત એ છે કે 2 ચમચી નારિયળનું તેલ, ટી બેગ, એક નાનો કપ સ્ટ્રૉનગ કોલ્ડ, ગ્રીન ટી, એક ચતુર્થાંશ કપ બેન્ટનાઇટ માટીનો પાવડર, સક્રિય ચારકોલના 8 કેપ્સ્યુલ, એક ચમચી એલોવેરા જેલ(Aloe vera gel), બે ટીપાં ટી ટ્રી ઓઇલ, બે ટીપાં ફુદીનાનું તેલ , નીલગિરી તેલના બે ટીપાં, એક નાનો બાઉલ લઈ લો.

તે બાદ સૌ પ્રથમ, એક વાટકીમાં બેન્ટનાઈટ ક્લે પાવડર નાખો. હવે તેમાં તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. એલોવેરા જેલ ઉમેરો અને ફરીથી મિક્સ કરો. ચારકોલ કેપ્સ્યુલ (Charcoal capsule)ને વચ્ચેથી કાપો અને તેનો પાવડર આ મિશ્રણમાં ઉમેરો. થોડી લીલી ચા એવી રીતે ઉમેરો કે પેકની સુસંગતતા રહે.

આ પેસ્ટને એક કલાક ફ્રિઝમાં રાખો અને હુંફાળા પાણીથી મોઢું ધોયા પછી આનો ફેસ પર લેપ લગાવવો જોઈએ. જેનાથી ત્વચા ચમકદાર બનશે. જો કે કેટલાક લોકોને આ પ્રકારના ઉપાય માફક આવતા હોતા નથી તો તે લોકોએ કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરતા પહેલા ડોક્ટરની કે જાણકારની સલાહ લેવી જોઈએ.