Site icon Revoi.in

ધાર્મિક ક્રીયા બાદ પૂજન સામગ્રીનો નિકાલ કઈ રીતે કરવો! તેનું ઊંડાણ પૂર્વક રિસર્ચ

Social Share

આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીયે છે કે અમને સુરક્ષીત રાખવા માટે અમારી મદદ કરો પરંતું જીવન જરૂરીયાતમાં આપણે પ્લાસ્ટિકની ચીજ વસ્તુંનો ઉપયોગ કરીને પોતાની જાત પર આફતને નોતર્યે છે. એ ઉપરાંત આપણે ધાર્મિક કાર્યોમાં અને ધાર્મિક વિધિમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આવ્યા છે જે પરિણામે પર્યોવરણને તો નુકશાન પહોંચાડે જ છે સાથે સાથે માનવ જીવનને પણ ખતરામાં ધકેલતા જઈએ છે આ એક સત્ય  છે કે આપણે જે કોઈ ચીજ વસ્તુંઓનો ઉપયોગ કરીયે છીએ તેમાં પ્લાસ્ટિકનું સ્થાન મોખરે છે તેમા પછી ધાર્મિક ક્રીયામાં પણ ભગવાનને પ્રસન્ન કરવાની સાથે સાથે પૂથ્વીને પણ નુકશાન પહોંચાડીયે છે.ભગવાનને પ્રસન્ન કરતા કરતા આપણે આપણી માતા સમાન પૂથ્વીને ખતરામાં ધકેલી દઈએ છે

અનેક ધાર્મિક સ્થળોપર પૂજાપાઠ કરતા સમયે તેની સામગ્રીમાં અનેક પ્રકારના પ્લાસ્ટિક કે પછી અન્ય કચરો સામેલ હોઈ છે પૂજાપાઠની વસ્તુંઓમાં પ્રદૂષણ ફેલાવનારી અનેક ચીજવસ્તુંઓ રહેલી છે જે પર્યોવરણને નુકશાન કરે છે.

ડીસ્પોઝવેલ , પર્યોવરણ સંબધીત એક સંગઠને આ સમસ્યાનો નિકાલ લાવવાની શરૂઆત કરી છે. આ સંગઠન પૂજા સામગ્રીને એકઅત્રિત કરીને પ્લાસ્ટિકનો કચરો અને ઓર્ગેનિક કચરો અલગ કરે છે આ સંગઠન દ્વારા દરેક જગ્યાએથી પૂજા પાઠની બચેલી સામગ્રી એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરે છે . ડીસ્પોઝવેલની સહ-સંસ્થાપક ચેતના કત્યાલે આ વિષય પર ઉંડાણ પૂર્વક તપાસ કરી છે અને આ પગલું હાથ ધરીને પ્રદુષણને અટકાવવાનો પ્રયાસ કર્યો છે.પૂજા પાઠની પવિત્ર સામગ્રીને સારી રિતે નિકાલ કરવાનો આ એક સારો પ્રયાસ છે.