Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં ચહેરાની ત્વચાને ચમકદાર અને તેજ કેવી રીતે રાખવી,15 દિવસ ફોલો કરો આ ઉપાય

Social Share

ઉનાળામાં ગરમીના કારણે કેટલાક લોકોને લાગતું હોય છે કે તેમની ચહેરાની ત્વચા ડલ પડી જાય છે. ઉનાળામાં ગરમીના કારણે મોટા ભાગના લોકો અનેક પ્રકારના ઉપાય અપનાવતા હોય છે છત્તા પણ તેમને કેટલીક વાર યોગ્ય પ્રમાણમાં રિઝલ્ટ મળતું નથી. આવામાં હવે એક કુદરતી ઉપાય એવો પણ છે કે જેને 15 દિવસ ફોલો કરવામાં આવે તો ઉનાળામાં પણ ચહેરાની ત્વચા ચમકદાર અને તેજ રહેશે.

ચહેરા પર વિવધ ઓઇલ મસાજ કરવો જોઈએ, અને એવું કહેવાય છે કે માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને ચહેરાની ત્વચામાં પણ આવું જ થાય છે. 15 દિવસ સુધી ચહેરા પર મસાજ કરો તો તેનાથી ગ્લોઇંગ સ્કિન મેળવી શકાય છે. આ માટે વર્જિન કોકોનટ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. નિષ્ણાતોના મતે, આમ કરવાથી ત્વચા અંદરથી રિપેર થાય છે અને તેમાં ભેજ જળવાઈ રહે છે. સાથી ત્વચા પણ નરમ બની જાય છે.

વધુ ને વધુ પાણી પીવાથી માત્ર ત્વચાને જ નહીં પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તમારે માત્ર 15 દિવસ સુધી જ નહીં દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે શરીરમાં પાણીની માત્રા યોગ્ય હોય છે, ત્યારે લોહી શુદ્ધ થાય છે અને તેના કારણે ચહેરો ચમકવા લાગે છે. નિષ્ણાતોના મતે, આપણે બધાએ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. જો તમે ઈચ્છો તો રોજ નારિયેળ પાણી પણ પી શકો છો.

જો કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉનાળામાં કેવી રીતે સ્વસ્થ રહેવું તેના માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.