Site icon Revoi.in

કિચન ટિપ્સઃ જો ચપ્પુથી શાકભાજી બરાબર નથી સમારાતુ તો કિચનમાં રહેલી આ વસ્તુથી ચપ્પુની ઘાર કરો તેજ

Social Share

સામાન્ય રીતે શાકભાજી સમારવા માટે ચપ્પુનો ઉપયોગ અનેક ગુહિણીઓએ કરતી હોય છે, અને ખાસ કરીને જો ચપ્પુ સારી તેજ ચાલતી હોય તો શાક સમારવાની મજા આવે છે અને જો ચપ્પુની ઘાર બુઠી થી ગઈ હોય તો શાક સમારવાનો ખૂબ જ કંટાળો આવતો હોય છે. દરેક ગૃહિણીને પહેલાથી જે ચપ્પુ વાપરતા હોય તે યૂઝ કરવાની આદત હોય છે અને એમા પણ જો પસંદગીની ચપ્પુની હાલત ખરાબ થઈ જાય તો કામ કરવામાં મજા આવતી નથી.

જો કે જ્યારે પણ ચપ્પુ બુઠી થઈ જાય એટલે મોટા ભાગના લોકો તેન માર્કેટમાં ઘાર ઘસાવવા માટે લઈ જતા હોય છે અથવા તો પછી તરત નવી ચપ્પુની ખરીદી કરી લેતા હગોય છએ, પરંતુ શું તમે જાણો છો કે ચપ્પુની ઘાર તેજ કરવાની વસ્તુ તનમારા જ કિચનમાં સરળતાથઈ મળી રહે છે, તો હવે તમારે ચપ્પુ તેજ કરવા માટે ન તો માર્કેટમાં જવાનું રહેશે ન તો તમારે નવી ચપ્પુ લેવી પડશે, આ ઉપાયથી હવે તમે ઘરે જ જૂની ચપ્પુની ઘાર તેજ કરી તેને નવી બનાવી શકશો.આ જ રીતે તમે ચપ્પુ પર જામેલો કાટ પણ કાઢી શકો છો.

સામાન્ય રીતે કિચનમાં કાંચના કપ અને રકાબી તો હો.ય જ છે, ઘણા ઓછા લોકોને ખરબ હશે કે આ કાચના રકાબી અને કપની પાછળ જે પત્થર વાળું ગોળ રાઉન્ડ હોય છે તેના પર ચપ્પુ કે કાતર ઘસીને તેજ કરી શકાય છે.

તો હવે જ્યારે પણ ઘરમાં કાતર કે ચપ્પુ બુઠી થઈ જાય તો કાચના વાસણ કે કપની પાછળ જે પત્થર વાળો ખરબચડો ભાગ હોય તેના પર 2 થી 3 મિનિટ ઘસીને ઘારને તેજ બનાવી શકો છો.