Site icon Revoi.in

મોબાઈલ ફોનની કાળજી લેવી હોય કતો આટલી બાબતોનું રાખો ધ્યાન- મોબાઈલ રહેશે લાંબો સમય સુધી નવોનક્કોર

Social Share

મોબાઈલ જ્યારે પણ તમે વસાવો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો એટલે તમારો મોબાઈલ નવોનો નવો રહેશે અને ખરાબ થવાની સંભાવના ઘટી જશે મોબઈલ વસાવ્યા બાદટેમ્પર્ડ ગ્લાસલગાવો આમ કરવાથી તમારા મોબાઇલની સ્ક્રીનને વારંવાર સ્પર્શ કરવા સહિત અન્ય વસ્તુઓથી સુરક્ષિત રહેશે.

આ સાથે જ  તમારે સ્ક્રીન ગાર્ડ લગાવવાની જરૂર પડે ત્યારે તમારે બ્રાન્ડેડ સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સ્માર્ટફોન કંપની પાસેથી તે જ બ્રાન્ડના સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદવાનું વધુ સારું રહેશે. કારણ કે સ્માર્ટફોન કંપનીઓ જાણે છે કે સેન્સર ક્યાં મૂકવામાં આવ્યું છે. આ કારણ છે કે સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ તે મુજબ સ્ક્રીન પ્રોટેક્ટર બનાવે છે.

આ સાથે જ જ્યારે પણ મોબાઈલ લો ત્યારે  પહેલા તેનું કવર લઈ લેવું નહી તો ફોનની બેક સાઈડ ખરાબ થઈ શકે છે,નવો મોબાઈલ ખરીદ્યા પછી તેમાં બેક કવર લગાવવું જોઈએ, કારણ કે જો તમે આવું ન કરો અને જો મોબાઈલ પડી જાય તો મોબાઈલ તૂટી શકે છે ઓનલાઈનથી લઈને ઓફલાઈન સુધી, તમને ઓછી કિંમતથી લઈને લાખો રૂપિયા સુધીના મોબાઈલ ફોન મળશે, જેમાંથી લોકો તેમની પસંદગી પ્રમાણે તેમને પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે મોંઘો મોબાઈલ ફોન લઈ રહ્યા છો, તો તમે તેનો વીમો કરાવી શકો છો જેનાથી ફોનને કઈ પણ થાય તો તમને તેનું વળતર મળી શકે,ઘણા ઓછા લોકો જાણતા હશે કે મોંધા ફોન માટે વીમા પોલીસી હોય છે.

 

Exit mobile version