Site icon Revoi.in

ગુજરાતના ઉદય કોટક બન્યા દુનિયાના સૌથી ધનિક બેંકર

Social Share

અમદાવાદ: ઉદય કોટક સાથે જો એક ક્રિકેટ દુર્ઘટના ન થઇ હોત તો તે સાયદ દુનિયાના સૌથી ધનિક બૈંકર ન હોત. મૂળ પશ્ચિમ ગુજરાતના રહેવાસી કોટક જયારે ૨૦ વર્ષના હતા. ત્યારે બોલ તેના માથામાં વાગ્યો હતો. બાદમાં તેમણે ઇમર્જન્સી સર્જરી કરાવવી પડી હતી, અને એક વ્યાવસાયિક ક્રિકેટર બનવાનું પોતાનું સ્વપ્ન છોડી દીધું હતું.

તેમના પરિવારના કપાસ વ્યવસાયમાં થોડો સમય કામ કર્યા બાદ કોટકે ૨૬ વર્ષની ઉમરે ફાઇનાન્સના ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા મુંબઈની પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએમાં પ્રવેશ લીધો હતો. હવે, બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ અનુસાર ૬૧ વર્ષના કોટકની પાસે ૧૬ બિલિયન ડોલરની સંપતિ છે.

કોરોના વાયરસને કારણે જયારે ભારતીય બેંકોની સ્થિતિ મુશ્કેલીમાં છે. ત્યારે ઉદયની કોટક મહિન્દ્રા બૈંકની કામગીરી ઘણી સારી રહી છે. કોરોના સંકટ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્ક પહેલી પેઢી હતી, જેને બેલેન્સ શીટ મજબૂત કરવા માટે મૂડી વધારી અને રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો કે, હાલની મંદી બાદ કંપનીની સ્થિતિ સૌથી સારી હશે.

શેર્સમાં ૧૭ ટકાનો આવ્યો ઉછાળો

ઉદય કોટકની રણનીતિને આમાંથી સમજી શકાય છે કે,આ વર્ષે કોટક મહિન્દ્રા બેંકના શેર્સમાં ૧૭%નો ઉછાળો આવ્યો છે. આ સાથે તેમને વધુ ત્રણ વર્ષ માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની રહેવાની મંજૂરી મળી ગઈ છે. સૌથી ધનિક બેંકર હોવાની સાથે ઉદય દુનિયાના ૧૨૫માં સૌથી ધનિક વ્યક્તિ છે.

આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઉદય કોટક માટે કહ્યું કે, જ્યાં સુધી મારો સવાલ છે, તો મારું માનવું એ છે કે, ઉદય માટે દુનિયાના સૌથી ધનિક બેંક હોવું એ દુનિયાનું સૌથી સ્માર્ટ બૈંકરો માનું એક છે. તે જાણે છે કે, બૈંક માટે સ્માર્ટ રણનીતિ જ નહીં પરંતુ અભેદ્ય પ્રશાસન પણ જરૂરી છે. મહિન્દ્રા ગ્રુપ ૧૯૮૬માં કોટક સાથે સંકળાયેલ હતી.

ઉદયે ૧૯૮૫માં પરિવાર અને મિત્રો પાસેથી 30 લાખ રૂપિયાની લોન લઈને મહિન્દ્રાની ભાગીદારીમાં એક રોકાણ કંપની શરૂ કરી હતી. બિલ ડિસ્કાઉન્ટિંગ કામથી શરૂ થયેલી આ પેઢી પછીથી લોન પોર્ટફોલિયો, સ્ટોક બ્રોકરિંગ, ઇન્વેસ્ટમેન્ટ બૈંકિંગ, ઇન્શ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં વિસ્તૃત થઈ. ૨૦૦૩માં આરબીઆઈની મંજૂરી પછી તે ઋણદાતામાં બદલાય ગઈ હતી.

-દેવાંશી