Site icon Revoi.in

રિતીક રોશન અને દિપીકા પાદુકાણની પ્રથમવાર જોડી બનશેઃ “ રામ-સીતા”ની જોડીમાં સાથે કામ કરશે

Social Share

આજકાલ બૉલિવૂડમાં ઐતિહાસિક ફિલ્મસ બનાવવાની હરીફાઈ લાગી છે એક પછી એક ઈતિહાસને લગતી ફિલ્મો આવતી રહેતી હોય છે,એમા પણ જો ખાસ કરીને જોઈએ તો દિપીકા પાદુકાણે ઘણી ઐતિહાસિક ફિલ્મો આપી છે આ ઉપરાંત પદ્માવત,બાજીરાવ મસ્તાની,રામ-લીલા,બોમ્બે વેલવેટ જેવી કેટલીક ફિલ્મો બોલિવૂડ જગતે આપણાને આપી છે ત્યારે હવે રામ ભગવાન અને સીતામૈયાનો ઈતિહાસ રચી જનાર રામાયણ પર ફિલ્મ આવી રહી છે જે ફિલ્મનું નામ પણ રામાયણ છે ત્યારે મહત્વની વાતતો એ છે કે આફિલ્મમાં પણ દિપીકા જોવા મળશે, અત્યાર સુધી આપણે સૌ કોઈ ટેલિવિઝન પર રામાયણ જોતા આવ્યા છે સિરિયલના ભાગ રુપે આપણે અનેક રામાયણ જોઈ છે પરંતુ હવે ફિલ્મના ભાગરુપે આપણાને રામાયણ જોવા મળશે.

રિતીક રોશનની ફિલ્મ સુપર 30 બોક્સ ઓફિસ પર ધણાલ મચાવી હતી ત્યારે રિતીક રોશન સાતમાં આસમાને છે તો હવે દિપીકા પાદુકોણ સાથે રિતીકની જોડી ચમકવા જઈ રહી  છે. આ બંને સુપર સ્ટાર પહેલી વખત ફિલ્મમાં એકસાથે કામ કરશે. ફિલ્મ રામાયણમાં રામની ભુમિકા નિભાવશે રિતીક રોશન જ્યારે સીતાનો રોલ દિપીકા પાદુકોણ કરશે. આમ આ રુપેરી પડદે રિતીક અને દિપીકાની પહેલી વાર જોડી જામશે.

આફિલ્મ નિતેશ તિવારી અને રવિ ઉદયવર દ્વાર બનાવવામાં આવી રહી છે. આ માઈથોલોજિકલ ડ્રામા ફિલ્મ નિતેશની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.જાણવા મળતી માહિતી મુજબ રિતીકે તેમાં કામ કરવા માટે કહ્યું છે. આ ફિલ્મ લાઇવ એક્શન ટ્રાઇલોજી હશે, જેને ઉડીમાં શુટ કરવામાં આવશે, આ ફિલ્મનું બજેટ લગભગ 500 કરોડ રુપિયા છે. આ ફિલ્મને અલ્લુ અરવિન્દ, નામિત મલ્હોત્રા અને મધુ મંતેના પ્રોડ્યુસ કરવાના છે.  આ ફિલ્મ  2021 સુધીમાં રિલીઝ કરવામાં આવશે.