Site icon Revoi.in

હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની મબલખ આવક, 20 કિલોના 836 ભાવ બોલાતા ખેડુતોને રાહત

Social Share

હિંમતનગરઃ  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ વખતે ઘઉંનો મબલખ પાક ઉતર્યો છે. તેના લીધે હિંમતનગર યાર્ડમાં ઘઉંની ધૂમ આવક શરૂ થઈ છે. આ વખતે ખેડુતોને ઘઉંના ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 836 મળતા ખેડુતોને રાહત થઈ છે. યાર્ડમાં હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળી રહ્યા છે.  430 થી લઈને 836 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલળેલા ઘઉં હોય તેમા સરેરાશ 450થી લઈ 500ની આસપાસ ભાવ મળી  રહ્યા છે. તો જે ઘઉં સારા હોય તેના 670 થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે

હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે.  યાર્ડમા ઘઉંના સારા ભાવ બોલાતા અહીંના ખેડૂતો મોટી  સંખ્યામાં પાક વેચવા આવી રહ્યા છે. યાર્ડમાં હાલ રેકોર્ડ બ્રેક 836 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળી રહ્યા છે. કમોસમી માવઠાના મારને પગલે ઘઉંની ગુણવત્તા બગડવાની અને ભાવ ન મળવાની દહેશત વચ્ચે હિંમતનગર માર્કેટ યાર્ડમાં કેશરપુરાના ઘઉંનો રેકોર્ડ બ્રેક ₹836 પ્રતિ મણ ભાવ બોલાયા હતા. આ વિસ્તારના ઘઉં ચમકતા અને દળદાર હોય છે જેને કારણે મહત્તમ ભાવ મળતો હોય છે. ઊંચા ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ  જોવા મળી રહ્યો છે.

હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટયાર્ડમાં 8355 બોરી ઘઉંની આવક નોંધાઈ છે. જિલ્લામાં ઘઉંનુ 76,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.  હિંમતનગરના ઓપન માર્કેટમાં જાહેર હરાજીમાં 421થી અધધ એટલે કે 836 રૂપિયા સુધીના ભાવ પડતાં ખેડૂતોને હાલ તો રાહત થઈ છે.  આ વખતે બે થી ત્રણ વખત કમોસમી વરસાદ અને માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો અને ખેડૂતોમાં પણ ભાવ ઓછો મળવાનો ભય હતો પરંતુ હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુથી હરાજી શરૂ થઈ છે. 430 થી લઈને 836 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલળેલા ઘઉં હોય તેમા સરેરાશ 450થી લઈ 500ની આસપાસ ભાવ મળી  રહ્યા છે. તો જે ઘઉં સારા હોય તેના 670 થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે