Site icon Revoi.in

હૈદરાબાદ: મસ્જિદમાં 40 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું, દર્દીઓને અપાઈ રહી છે મફત સારવાર

Social Share

હૈદરાબાદ:- શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ, મેડીકલ ઓક્સિજન અને આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા હૈદરાબાદ સ્થિત એક એનજીઓ આગળ આવીને મસ્જિદને કોવિડ કેર સેંટરમાં રૂપાંતરિત કરી છે. મસ્જિદમાં હળવા અને મધ્યમ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

હકીકતમાં, હૈદરાબાદના રાજેન્દ્ર નગર સ્થિત મસ્જિદ-એ-મોહમ્મદી અહલે હદીસના પરિસરને 40 બેડના COVID આઇસોલેશન સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. આ કામ હૈદરાબાદના રોટરી ક્લબ, સીડ અને યુએસએના સહયોગથી ‘હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન’ નામની એનજીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

ફાઉન્ડેશનના ડો.મોહમ્મદ આરીફે કહ્યું કે, આ મસ્જિદ કે જેને હવે કોવિડ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે, અહીં અમે હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની ભરતી કરી રહ્યા છીએ. અહીં અમે તેમને તમામ જરૂરી તબીબી સારવાર આપી રહ્યા છીએ.