- ભારતમાં પણ ચાલશે હાઈડ્રોજન ટ્રેન
- આ ટ્રેનની શરુઆત 2023મા જ કરાશે
- આ ટ્રેનને વંદે મેટ્રો ટ્રેન કહેવામાં આવશે
દિલ્હી : ભારતીય રેલ્વે દિવસેને દિવસે ઘણી પ્રગતિ કરી રહ્યું છે જેનું ઉદાહરણ તાજેતરમાં વંદે ભારત ટ્રેનમાં જોવા મળ્યું છે ત્યારે હવે હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા પર દોડાવા નું ભારતનુ લક્ષ્ય છે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો વિકસાવી રહ્યું છે અને તે 2023માં આ ટ્રેન પાટાઓ પર દોડતી જોવા મળશે.તેમણે એમ પણ કહ્યું કે ભારતીય રેલ્વે તેની ગતિ શક્તિ ટર્મિનલ નીતિ દ્વારા દેશના દૂરના અને બિનજોડાણવાળા વિસ્તારોને રેલ્વે નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે અને આ નીતિ હેઠળ કામ ઝડપથી ચાલી રહ્યું છે.
વંદે ભારત ટ્રેનની જેમજ આ ટ્રેનોને ‘વંદે મેટ્રો’ નામથી ઓળખવામાં આવશે. આ વખતના બેજટમાં રેલ્વે માટે કુલ 2 .41 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હરિત ઉર્જાની દિશામાં ભારતે લીધેલો આ નિર્ણય મહત્વનો સાબિત થશે
આ હાઇડ્રોજન ટ્રેન ડિસેમ્બર 2023થી હેરીટેજ સર્કિટ રૂટ ઉપર શરુ કરવામાં આવશે. સૌ પ્રથમ કાલક- શિમલા જેવા હેરીટેજ સર્કિટ પર ચાલશે ત્યારબાદ અન્ય જગ્યા શરુ કરવામાં આવશે. તેનું નિર્માણ અને ડીઝાઇન ભારતની અંદર જ કરવામાં આવશે.