Site icon Revoi.in

Su-30 MKI દ્વારા ભારતીય વાયુસેનાએ બ્રહ્મોસ એર વર્ઝન મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

Social Share

ભારતીય વાયુસેનાએ તેના ફ્રન્ટલાઈન સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા બ્રહ્મોસ મિસાઈલના હવાઈ સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ વખતે એરક્રાફ્ટ ઘણું સરળ રહ્યું હતું અને બ્રહ્મોસ મિસાઈલના હવાઈ સંસ્કરણ દ્વારા જમીન પરના ટાર્ગેટ પર નિશાન સાધતા પહેલા અપેક્ષિત ટ્રેજેક્ટરીને પણ અનુસરી હતી.

ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ મિસાઈલ એક વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. બ્રહ્મોસ મિસાઈલ દ્વારા ભારતીય વાયુસેનાને કોઈપણ હવામાનમાં દિવસે કે રાત્રે જમીન અથવા સમુદ્રમાં ચોક્સાઈપૂર્વક લાંબા અંતરના ટાર્ગેટને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ છે. સુખોઈ-30એમકેઆઈ દ્વારા બ્રહ્મોસને પ્રક્ષેપિત કરવાની ઉચ્ચત્તમ ક્ષમતા ભારતીય વાયુસેનાને એક અપેક્ષિત વ્યૂહાત્મક પહોંચ પણ પ્રદાન કરે છે.