Site icon Revoi.in

આઈસીસી એ નવું રેન્કિંગ લીસ્ટ જારી કર્યું –  વિરાટ કોહલી,રહાણે અને જાડેજા રહ્યા પાછળ, ચેતેશ્વર પુજારા રહ્યો ફાયદામાં

Social Share

દિલ્હીઃ-ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ હવે પુરી થઇ ચુકી છે. ભારતે આ સિરીઝ પર ભવ્ય અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે, સમગ્ર વિષશ્વમાં ભારતની જીતની ચર્ચાઓ હજી પણ ગુજી રહી છે,જ્યારે બીજી તરફ શ્રીલંકા અને ઇંગ્લેંડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાઇ ચુકી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ બ્રિસબેન ટેસ્ટ અને ઇંગ્લેંડ શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ બાદ પોતાનું નવુ રેન્કિંગ જાહેર કરી દીઘુ છે. આઈસીસીના આ નવા રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાછળ સરક્યો છે,વિરાટને આ રેન્કિંગમાં ત્રીજા નંબર પરથી ચોથા સ્થાન પર આવી ચૂક્યો છે.

આઈસીસીના નવા રેન્કિંગમાં ઇંગ્લેંડ ના કેપ્ટન જો રુટ બેવડી સદી ફટકાર્યા બાદ ટોપ પાંચ બેટ્સમેનોમાં સમાવેશ પામ્યા છે. અજીંક્ય રહાણે એ પણ રેન્કિંગના મામલામાં પાછળ સરકવું પડ્યું છે, કારણે તે સીધો નવમાં સ્થાન પર પહોંચી ચૂક્યો છે.તો બીજી તરફ પુજારાને ફાયદો થયેલો જોઈ શકાય છે કારણે કે આ રેન્કિંગમાં ચેતેશ્વર પુજારા સાતમાં સ્થાન પર આવ્યો છે.

ટોપ ટેન બેટ્સમેનોની યાદીમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન આવિલિયમસન પ્રથમ સ્થાન પર જોવા મળ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલીયાનો પસંદીદા ખિલાડી સ્ટીવ સ્મિથ બીજા સ્થાન પર આવ્યો છે. ઓસ્ટ્રેલીયાના માર્નસ લાબુશેન વિરાટ કોહલીને પાછળ પછાળતા ત્રીજા સ્થાન પર આવી ચૂક્યો છે.

આ સાથે જ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટોપ ફાઇવની બહાર થઇ જોવા મળ્યો છે. ફાયદામાં રહેલ પુજારા સાતમાં નંબર છે. બેન સ્ટોક્સ આઠ અને રહાણે નવમાં સ્થાન પર રહ્યા છે. ન્યુઝીલેન્ડના હેનરી નિકોલ્સ દશમાં સ્થાન પર જોવા મળે છે.

ઓલરાઉન્ડર દેખાવમાં રવિન્દ્રસિંહ જાડેજા ત્રીજા સ્થાન પર, અશ્વિન છઠ્ઠા નંબર પર અને બેન સ્ટોક્સ નંબર વન પર યથાવત રહ્યો, જેસન હોલ્ડર એક સ્થાન આગળ વધીને બીજા સ્થાન જોવા મળ્યો  છે.

બોલીંગમાં ભારતીય સ્પિનર આર અશ્વિનને આઠમાં, જસપ્રિત બુમરાહ  નવ નંબર પર, પેટ કમિન્સ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે બોલીંગમાં જોશ હેઝલવુડને એક સ્થાન ફાયદો થતા તે ચાર નંબર પર પહોંચ્યો હતો. ટિમ સાઉથી એકનંબર  નિચે આવ્યો  છે

સાહિન-