- આઈસીસી રેન્કિંગમાં વિરાટનો સમાવેશટ
- વિરાટ કોહલીએ ટોપ 5માં સ્થાન મેળવ્યું
દિલ્હી – વિશ્વની ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ આજરોજ બુધવારના પુરૂષોની વનડે અને ટી 20 રેન્કિંગ જાહેર કરી દીધુ છે. રમતના સૌથી નાના ફોર્મેટમાં વિરાટ કોહલી ટોપ-5માં પ્રવેશ કરી ચૂક્યો છે, તેમએ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં સતત અડધી સદીનો ફાયદો મળ્યો છે, આ સાથે કિંગ કોહલીએ બેટ્સમેનની વનડે રેન્કિંગમાં સતત વર્ચસ્વ જારી રાખ્યું છે.
આ સાથે જ ક્રિકેટ જગતનું બીજુ મોટૂં નામ રોહિત શર્મા વન ડેનો બીજો શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થયો છે. ટોપ -7 માં કોઈ ફેરફાર થયો નથી. શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વન ડે સિરીઝમાં સર્વોચ્ચ 258 રન બનાવનાર કેરેબિયન બેટ્સમેન શાઈ હોપ, ટોપ -10 ની યાદીમાં સ્થાન મેળવનારા નવા ખેલાડી બન્યા છે.
છેલ્લી ચાર ઇનિંગ્સમાં 0, 0, 1, 0 સ્કોર બનાવનાર કેએલ રાહુલ ટી -20 રેન્કિંગમાં ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ચૂક્યા છે.આ સાથે જ 894 અંકો સાથે ઇંગ્લિશ ઓપન ડેવિડ મલાનની બાદશાહગીરી કાયમ રહી ઠે.
આ સાથે જ ટી -20 ના ટોપ -10 માં બે ભારતીય બેટ્સમેન, બે કિવિ, બે ઓસ્ટ્રેલિયનનો સમાવેશ થાય છે. એક અંગ્રેજી, એક પાકિસ્તાની, દક્ષિણ આફ્રિકા અને અફઘાનના બેટ્સમેનને પણ સ્થાન મળ્યું છે.
સાહિન-