Site icon Revoi.in

નવા કપડા પર કોઈ ડાઘ પડી ગયા છે તો હવે ચિંતા છોડો. જોઈલો આ ટ્રિક અને ટિપ્સ

Social Share

જો આપણે કોઈ નવા કપડા પહેર્યા હોય અને તેમાં ચા ઘોળાઈ જાય , કે શાકનું તેલ લાગી જાય અથવા તો કોઈ લકર લાગી જાય ત્યારે ખરેખર આપણો જીવ અધ્ધર થી જાય છે કે હવે કપડા પહેરવા લાયક રહેશે કે નહી, ઘબ્બાઓ કપડામાંથીદૂર થશે કે કેમ,,જો કે હવે ચિંતા છોડી

અમે તમને એવી કેટલીક ઘરની ટિપ્સ અને ટ્રિક બતાવીશું તેનાથી તમારા કપડા પર પડેલા ડાઘ દૂર થશે

જો તમારા કપડા પર તેલ કે શાકની તરી, કે વાળમાં નાખવાનું તેલઘોળાઈ જાય તો સૌ પ્રથમ તેના પર ક્યારેય પાણી કે સાબુ પાવડર લગાવવો નહી, પહેલા મોઢા પર લગાવવાનો કોઈ પણ પાવડર તે ડાઘા પર નાખવો અને બન્ને હાશે તે કપડાને રગડી લેવું આમ કરવાથી તે પાવડરમાં તેલ શોષી જશે, ત્યાર બાદ તેના પર લીબુંનો રસ અને સોડા ખાર નાખીને ઘસી લેવું આમ કરવાથી ડાધ દૂર થાછે

કપડા પર પડતા ચા ના ડાઘ ખૂબ જીદ્દી હોય છે તેને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો, જે ભાગ પર ચા લાગી હોય ત્યા ટૂથપેસ્ટ લગાવીને તેને સુકાવાદો, ત્યાર બાદ તેના પર કપડા વોશ કરવાનો પાવડર લગાવીને બન્ને હાથ વળે મસળી લો આમ કરવાથી ચા ના ડાઘ દૂક થઈ જશે.

આ સાથે જ જ્યારે પણ બોલપેન ખીસ્સામાં રાખતા ઈન્કના ડાઘ પડી જાય છે તો તે નમક વડે રિમૂવ કરી શકાય છે.

કોટનના કપડા પર કોઈ વસ્તુના ડાઘ લાગી જોય તો તેના માટે તમે ન્હાવાના સાબુનો ઉપયોગ કરી શકો છો, આ માટે ડાઘ વાળી જગ્યાએ પહેલા સાબુ લગાવ ત્યાર બાદ તેના પર લીબુંનો રસ લગાવીને મસળો આમ કરવાથી કોઈ પણ ડાધ સરળતાથી નીકળી જાય છે.

બીજો એક ઉપાય છે લીબંનો રસ અને સોડા ખાર ,કોટન સિવાય જો કોઈ સિલ્કના ખુલ્લા કલરના કપડા પર ડાઘ લાગી જાય ત્યારે આ મિશ્રણની મદદથી ડાઘને કાઢી શકાય છે, તે માટે આ મિશ્રણ ડાઘ વાળી જગ્યાએ લગાવીને બન્ને હાથ વડે કપડાને હળવા હાથે મસળવા જેથી ડાઘ દૂર થશે.