Site icon Revoi.in

જો બાળકો જોર-જોરથી ચીસો પાડે છે, તો તેના પાછળ છે અનેક કારણ જવાબદાર

Social Share

 

ઘણા બધા બાળકો ખૂબ જ ચીલ્લાતા હોય છે  ત્યારે માતા-પિતાની ચિંતા વધે છે કે બાળકોને ખપેખર શું થતું હશે, જો કે બાળકરોના ચિલ્લાવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે,બાળકો જ્યારે કોઈનું ધ્યાન આકર્ષિત કરવા માંગતા હોય ત્યારે ચીસો પાડે છે. ક્યારેક બાળકો ગુસ્સામાં, કંટાળાને કારણે, અન્ય કોઈ કારણસર રડી શકે છે. ટોડલર્સમાં બૂમો પાડવી એ સામાન્ય બાબત છે અને જ્યારે તેઓ પર ગુસ્સો બતાવો છો  ત્યારે પણ તેઓ આ રીતે વર્તે છે. જો તમારું બાળક પણ ખૂબ ચીસો પાડે છે અને હવે તમે તેનાથી ચિડાઈ ગયા છો, તો બાળકને ઠપકો આપવાને બદલે તેના કારણો પર ધ્યાન આપો. અને તેના કારણને સમજવાનો પ્રયત્ન કરો

કેટલાક બાળકોનું ચિલ્લાવું નાર્મલ

બાળકોનું રડવું સામાન્ય છે અને તે તેમના ભાવનાત્મક વિકાસનો એક ભાગ છે. બે થી ત્રણ વર્ષનું બાળક બૂમો પાડતા શીખે છે. બાળકો આ થોડી સેકન્ડથી થોડી મિનિટો સુધી કરી શકે છે. 18 થી 24 મહિનાની ઉંમરના 87 ટકા બાળકો ક્રોધાવેશ દર્શાવતી વખતે બગાસું ખાય છે. 30 મહિનાથી 36 મહિનાની વચ્ચેના 91 ટકા બાળકો આ કરે છે.

અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ પ્રમાણે , ટોડલર્સ તેમની લાગણીઓ ઘણી રીતે વ્યક્ત કરે છે. કોઈ બાળક સરખું હોતું નથી, તેથી એવું બની શકે છે કે તમારું એક બાળક શાંત હોય પણ બીજું ખૂબ ગુસ્સે થાય અથવા બૂમો પાડે.

સ્ટ્રેસના કારણે અને પોતાની વાત સમજાવી ન શકવાના કારણે ચીસો પાડવી

જ્યારે અમુક કામ તેમના અનુસાર ન થાય ત્યારે તેઓ ઘણી વાર હતાશાથી રડવા લાગે છે. બાળકો રડે છે કારણ કે તેઓ તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. કેટલાક બાળકો ભૂખ, થાક, માંદગી અને પીડા જેવા માનસિક અથવા શારીરિક તણાવમાં હોય ત્યારે પણ રડે છે.

બાળક જ્યાપે બાલી નથી શકતપં ત્યારે પણ ચીસો પાડે છે

નવું બોલતા શીખતું બાળક ઘણા શબ્દો કેવી રીતે બોલવું તે જાણતા નથી અને તેઓ શબ્દો દ્વારા પોતાને કેવી રીતે વ્યક્ત કરવું તે પણ જાણતા નથી. બાળકો એટલે તે  વસ્તુઓને બૂમો પાડીને આપણું ધ્યાન ખેંચે છે.

પોતાની જીજ્ઞાસાઓને શાંત કરવા ચીસો પાડે છે

કેટલાક બાળકો ખૂબ જ દુષ્ટ હોય છે, તેઓ માત્ર એ જાણવા માંગે છે કે તમે તેમના રડવાનો જવાબ કેવી રીતે આપશો.એટલે તેઓ માત્ર તામાર હાવભાવ જોવા માટે ધ્યાન કેન્દ્રીત કરવા માટે સીચો પાડતા હોય છે

બીમારીના કારણે પણ ચીસો પાડે છે

બાળક કોઈ બીમારી કે પીડાને કારણે રડે છે કે કેમ તે તપાસો. કેટલીકવાર બાળકો તાવ, ગંભીર દાંતના દુઃખાવા અને કાનના ચેપને કારણે રડવા લાગે છે.જો બાળક તમારું ધ્યાન આકર્ષિત કરવા અથવા આનંદ માટે ચીસો પાડતું હોય, તો તમે તેનું ધ્યાન ભટકાવવાનું શરૂ કરો છો. બાળકને વિચલિત કરવું સરળ છે.