Site icon Revoi.in

યુવતીઓને જો બેંગલ્સ પહેરવામાં મુશ્કેલી થતી હોય તો અપનાવવી જોઈએ આ ઘરેલું ઈઝી ટિપ્સ, સરળતાથી પહેરાશે હાથમાં બેંગલ્સ

Social Share

સામાન્ય રીતે થોડા જાડા હાથ વાળશી મહિલાઓને બંગળી પહેરવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાય છે,ઘણી વખત જ્યારે મહિલાઓ પોતાના હાથ અને બંગડી પર દબાવીને બંગડીઓ પહેરવાની કોશિશ કરે છે તો આવી સ્થિતિમાં બંગડી પોતે જ તૂટી જાય છે. આ કારણે ઈજા થવાની પણ સંભાવના છે.જો કે બંગળી પહેરવા માટે કેટલીક સરળ ટ્રિકને ફોલો કરશઓ તો સરળતાથી અને ઝડપથી તમારા હાથમાં બંગળી આવી જશે,તો ચાલો જાણીએ આ ટિપ્સ

પ્લાસ્ટિક બેગ અથવા પ્લાસ્ટિકના ગ્લોઝ

પ્લાસ્ટિકના ગ્લોવ્ઝની મદદથી તમારા હાથમાં બંગડીઓ સરળતાથી પહેરી શકો છો. સૌથી પહેલા તો આ માટે તમારે પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોવની જરૂર પડશે, જે તમને માર્કેટમાં સરળતાથી મળી જશે. તમારા હાથમાં પ્લાસ્ટિકના હાથમોજાં સારી રીતે પહેરો અને પછી ચુસ્ત બંગડીને કાંડામાં ગોળાકાર ગતિમાં ફેરવીને ચઢાવો. અંગૂઠાનું હાડકું એક વાર બંગડી વટાવી જાય એટલે તેને કાંડા સુધી લાવવું સરળ બની જાય છે જો ગ્લોઝ ન હોય તો તમે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી શકો છો.

બોડિલોશન અથવા ક્રિમ

સૌથી સહેલો રસ્તો છે બોડિલોશન જે ચીકાશ વાળું હોનાથી બંગળી સરળતાથી હાથમાં ચઢી જા છે. તમારા હાથમાં હેન્ડ ક્રીમ લગાવીને બંગડી પહેરવા માટે, તમે તમારા હાથમાં મોઇશ્ચરાઇઝર અથવા કોઈપણ હેન્ડ ક્રીમ લગાવી શકો છો. 

ઘી અથવા નારિયેળ ઓઈલ

આ સિવાય તમે ઘી અથવા નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ તમારા હાથને વધુ મુલાયમ બનાવશે. એટલા માટે તમે હેન્ડ ક્રીમ જ લગાવવાનું પસંદ કરો છો.

હેન્ડ વોશ અથવા ન્હાવાનો સાબૂ

હાથમાં સાબુ લગાવીને બંગડીઓ પહેરવાની આઈડિયા બેસ્ટ ઓપ્શન છે. જો સાબુ લગાવ્યા પછી તમારા હાથ ડ્રાય બની જાય છે, તો તમે સારી બ્રાન્ડના હેન્ડવોશનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા હાથમાં હેન્ડવોશ લગાવવાથી તમારા હાથ મુલાયમ બની જાય છે અને કાંડામાં બંગડીઓ સરળતાથી ઉતરી જાય છે. તેથી તમે પણ આ પદ્ધતિ અપનાવી શકો છો.

Exit mobile version