Site icon Revoi.in

યુવતીઓ એ ટ્રેડિશનલ વેરમાં શાનદાર લૂક જોઈએ તો સાડી-ચોલી-ઘરારા સાથે ક્રોપ ટોપની કરવી જોઈએ પસંદગી

Social Share

યૂવતીઓ ફેશનની બાબતમાં ઘણી આગળ જોવા મળે છે,વાત હોય કપડાની ઘરેણાની કે પછી ફૂટવેરની ,અવનવી પેટર્ન સાથે હવે માર્કેટમાં અવનવી વસ્તુઓ આવી રહી છે, તેમાં ટોપમાં એક સ્ટાઈલ ફએમસ બની છે જે છે ક્રોપટોપ, ક્રોપટોપ આજકાલ યુવતીઓની ફર્સ્ટ ચોઈસ બની છે, ક્રોપટોપ પેટ સુઘી નું હોય છે, જે જીન્સ પર પહેરી શકાય છે, આ સાથે જ હવે તો આ ક્રોપટોપ ચણીયા ચોલીથી લઈને સાડીનો બ્લાઉઝ પણ ક્રોપટોપ માં જોવા મળે છે.

ક્રોપટોપની લંબાઈ મોટે ભાગે ચેસ્ટ કે કમર સુધી હોય છે જે આજકાલ માર્કેટમાં મોટા પ્રમાણમાં અવેલેબલ છે ,ફેશનના આ સમયમાં ક્રોપટોપ એ રંગ જમાવ્યો છે,કારણ કે ક્રોપ ટોપ કમ્ફર્ટેબલ અને કુલ લૂક આપવાની સાથએ સાથે આપણાને સ્ટાઈલીશ પણ બનાવે છે.

આ ક્રોપટોપ કોટન, સિન્થેટિક, સિલ્ક, હોઝિયરી દરેક કાપડમાં જોવા મળએ છે, ક્રોપ ટોપ ફુલ સ્લિવ, સ્લિવ લેસ, સ્પગેટી ટાઇપ, સ્ટ્રીપ્સવાળી થ્રી ફોર્થ સ્લિવમાં અને હાફ સ્લિવમાં હોય છે ,દરેક પોતાની પસંદ પ્રમાણે તેનું સિલેક્શન કરે છે,ખાસ કરીને આજકાલ ક્રોપ ટોપ પેન્ટ, શોર્ટ સ્કર્ટ, લોન્ગ સ્કર્ટ, શોર્ટસ, પ્લાઝો વગેરે પર યૂવતીઓ પહેરતી જોઈ શકાય છે.

ત્યારે હવે તો બોલિવૂડની એક્ટ્રેસ સાડી પર ક્રોપટોપ પહેરે છે જેને લઈને માર્કેટમાં આ ફેશનને રંગ જમાવ્યો છે, ચોલી હોય કે લહેંગો કે ગરારો દરેકમાં ટોપની સ્ટાઈલમાં વધુ પ્રમાણે ક્રોપટોપની પસંદગી કરવામાં આવે છે,જેમાં કોલેજિયનોથી લઈને યંગ લેડી સુધી બધાની પસંદગી ક્રોપ ટોપ બન્યાં છે

Exit mobile version