Site icon Revoi.in

શું ચહેરા પરના મસા તમારી સુંદરતાને ઢાંકી રહ્યા છે, તો હવે ચિંતા છોડો,મસા રિમૂવ કરવા અપનાવો આ ટિપ્સ

Social Share

 

દરેક લોકો પોતાની સુંદરતા જાળવવા અવનવા ઉપાય કરતા હોય છે, જો કે આજકાલ પ્રદુષણ વાળું વાતાવરણ આપણી ત્વચાને ખૂબ નુકશાન પહોંચાડી રહ્યું છે,તેમાં પણ ચહેરા પર ચામડીના થતા મસાઓ આપણા ચહેરાની સુંદરતામાં ડાઘ લગાવી દે છે,આવા મસાઓ શરરીની ઘણી જગ્યાએ જોવા મળે છે,ત્યારે હવે આપણે આ પ્રકારના મસાને ઘરેલું ઈલાજ થકી કાઢવાની રીત જોઈશું.મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે.ત્વચા પર આ વાયરસ આવવાથી નાના, ખરબચડા પીંડ જેવું બની જાય છે, જે મસા તરીકે  ઓળખાય છે.

જાણો મસા કાઢવાની કેટલીક સરળ રીત

જો તમારા ચહેરા પર મસા હોય તો બેકિંગ સોડા અને એરંડિયું સરખી માત્રામાં લઈ બરાબર મિક્સ કરી મસા પર લગાવવાથી ધીરે-ધીરે મસા જતા રહે છે.આ ઉપાય મસા માટે બેસ્ટ છે

બીજી રીત એ છે કે વડના પાનનો રસ,આ રસ મસા માટે અસરકારક ઉપાય ગણાય છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચા સારી રહે છે અને મસા પણ જાતે જ ખરવા લાગે છે.જો કે થોડો સમય લે છે, મહિનામાં 2 4 વખત આમ કરવું પડે છે

બીજી રીતે પાઈનેપલ પણ મસા કાઢવા માટે મદદરુપ થાય છે, આ માટે પાઇનેપલનો રસ, ફ્લાવરનો રસ, મધ અને લસણ-ડુંગળીનો રસ મિક્સ કરીને મસા પર લગાવી દો. તેને થોડા સમય માટે મસપર લગાવેલો રહેવા દો, તો આ ઉપાય કારગર સાબિત થશે.

આ સાથે જ બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરીને મસા પર લાગવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આ ઉપાય કરો. આ ઉપાયથી મસા સૂકાઇ જશે અને એક દિવસમાં ઉખડી જશે. તમે ઇચ્છો તો આ રસને આખી રાત માટે લગાવી શકો છો.આ રીતે મસામે દૂર કરી શકાય છે.

સવાર સાંજ ડુંગરીનો રસ મસા પર લગાવવાથી પણ મસા તેની જાતે બળીને ખરી જાય છે, જો કે આ રીતે દરરોદ માટે સવાર સાંજ અપનાવવી જોઈએ

 

મસા માટે લસણ પણ ઉપયોગી સાબિત થાય છે આ માટે લસણની પેસ્ટ બનાવીને તેન મસા પર લગાવીને હળવા માટે મસાજ કરો, આ પછી થોડી લસણની પેસ્ટને મસા પર લગાવીને તેના પર બેન્ડેડ લગાવી દો. આ બેન્ડેજ રોજ બદલો, કેટલાક દિવસ સુધી આ ઉપાય કરવાથી મસાની સમસ્યામાંથી છૂટકારો મળશે.

ત્રીજી રીત મસા કાઢવા માટેની એ છે કે દરરોજ સવાર-સાંજ લીંબુની ચીરી દસેક મિનિટ ચામડીના મસાવાળા ભાગ પર ઘસવી આમ કરવાથી ઘીમે ઘીમે મસા ખરી જશે