Site icon Revoi.in

જો બટાટાને આ રીતે ખાવામાં આવે તો તેનાથી થઈ શકે છે વજન ઓછું

Social Share

કેટલાક લોકોને લાગતું હોય છે કે માત્ર ખાસ પ્રકારનું ડાયટ ફોલો કરવાથી જ વજન ઓછું થઈ શકે છે અને વધારી શકાય છે, આ લોકોની વાત સો ટકા સાચી છે કે વજન ઘટાડવા અને વધારવા માટે ખાસ પ્રકારે ડાયટને ફોલો કરવું જરૂરી છે. વાત એવી છે કે ડાયટમાં બાફેલા બટેટાનો સમાવેશ કરી શકે છે. બટેટાને બાફ્યા પછી સંપૂર્ણ ઠંડા થવા દો. પછી તેના ટુકડા કરી લો. બાફેલા બટેટાનો સ્વાદ વધારવા માટે તેમાં કાળા મરી ઉમેરો. બટેટાને દહીં કે છાશમાં મિક્સ કરીને નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાવાથી ફાયદો થશે. બાફેલા બટેટાના સેવનથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

આ ઉપરાંત બાફેલા બટેટા ખાવાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી. બાફેલા ઠંડા બટાટા મોટા પ્રમાણમાં રસિસ્ટાન્સ સ્ટાર્ચ ઉત્પન્ન કરે છે. તે મેટાબોલિજ્મને વધારવામાં મદદ કરે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડે છે. બાફેલા બટેટામાં શક્કરિયા જેટલી જ કેલરી હોય છે.

બટાકાની સાથે ઘી, તેલ, માખણ, ક્રીમ, પનીર અને કૃત્રિમ ફ્લેવરનો વધુ પડતો ઉપયોગ ન કરો. બટાટા રાંધવા માટે ઓલિવ તેલ જેવા તંદુરસ્ત તેલનો ઉપયોગ કરો.

ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં બટેટા એક એવું શાક છે, જેનો ઉપયોગ કોઈ પણ શાકભાજી સાથે કરી શકાય છે. એટલે જ શાકભાજીનો રાજા બટેટાને કહેવાય છે. બટેટા એટલે ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ. પછી ભલે તે આલુ ટિક્કી જેવો દેશી સ્વાદ હોય કે પછી આલુ ટિક્કી બર્ગરનો વિદેશી સ્વાદ હોય. બટેટા દરેક ખાદ્ય પદાર્થોમાં તડકા લગાવાનું કામ કરે છે