Site icon Revoi.in

દેશ આપણને બધુ આપે છે તો આપણે પણ કંઈ આપતા શીખવું જોઈએઃ પરાગ અભ્યંકર

Social Share

અમદાવાદઃ ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ-અમદાવાદ દ્વારા સંચાલિત જ્ઞાનમંદિરના વાર્ષિક ઉત્સવનું આયોજન કશ્યપ હૉલ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસ.જી.હાઇવે છારોડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ મંત્રી અશોકભાઈ રાવલે કહ્યું કે,1989 માં ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિની સ્થાપના થઇ જેના અલગ અલગ પ્રકલ્પો અત્યારે ચાલી રહ્યા છે કર્ણાવતીની અંદર પાંચ પ્રકલ્પો અત્યારે કાર્યરત છે. શોષિત, પીડિત વંચિત સમાજ માટે કાર્ય કરવું એ આ સંસ્થાનો ઉદેશ્ય છે. આ અવસરે ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિની વેબસાઈટનું ઉદ્ઘાટન રાગજી અભ્યંકર (અખિલ ભારતીય સેવા પ્રમુખ રા. સ્વ. સંઘ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે અખિલ ભારતીય સેવા પ્રમુખના પરાગ અભ્યંકરએ જણાવ્યું હતું કે, દેશ આપણને બધુ આપે છે તો આપણે પણ કંઈ આપતા શીખવું જોઈએ.

જ્ઞાન મંદિર પ્રકલ્પ ના અધ્યક્ષ હરેશભાઈ ઠક્કરે કહ્યું કે, જ્ઞાનમંદિરનો વિસ્તૃત પરિચાર પ્રત્યક્ષ જ્ઞાનમંદિર જોયા પછી જ થાય. જ્યાં જ્ઞાન છે ત્યાં સંસ્કાર છે અને સંસ્કાર મનુષ્ય નિર્માણનું આધાર સ્તંભ હોય છે. જેવો સમાજ હોય તેવા પ્રમાણે બાળકનું ઘડતર થતું હોય છે. જ્ઞાનમંદિર એટલે જ્ઞાનનો ઉપાસક. જ્ઞાનમંદિરના વિકાસમાં આપ સહુંના સહકારની અપેક્ષા રાખું છું.

પ. પૂ. શ્યામચરણ દાસાએ (હરેકૃષ્ણ મંદિર ભાડજ) આશીર્વચન આપતા કહ્યું કે . હું આ કાર્યક્રમમાં આવવા માટે એટલા માટે વધારે ઉત્સાહિત હતો કેમકે મને જણાવવામાં આવ્યું હતું કે અહીંયા માત્ર શિક્ષણ નહિ પણ સંસ્કાર પણ આપવામાં આવે છે. આજે સમાજમાં જે ખૂટે છે તે છે સંસ્કાર. તેમને કહ્યું કે શિક્ષણ સાથે સાથે બાળકોને ધાર્મિક ગતિવિધિની સાથે પણ જોડવા જોઈએ. આપણી ધાર્મિક વિભૂતિઓ સાથે બાળકનો પરિચય કરવો જોઈએ. એનાથી ખરેખર જે સમાજનું કલ્યાણ આપણે ઈચ્છી રહ્યા છીઍ તે થશે. વેદિકકાળ માં આપણા જીવનનું કેન્દ્ર ભગવાન હતા.

મુખ્ય વક્તા પરાગ અભ્યંકરએ (અખિલ ભારતીય સેવા પ્રમુખ, રા. સ્વ. સંઘ)એ જણાવ્યું હતું કે, આજ નો દિવસ સૌભાગ્યનો દિવસ છે આજ જિન્હોંને હમે જ્ઞાન દિયા ઐસે સંત શિરોમણી સંતશ્રી રવિદાસજી મહારાજની જન્મજયંતિ છે. આટલી મોટી સંખ્યામાં અને આટલી શાંતીથી જ્યારે બાળકો બેઠા હોય તો માની લેવાનું કે તે જ્ઞાનમંદિરના શિક્ષિત, સુશિક્ષીત, સંસ્કારી બાળકો છે. આના માટે જ્ઞાન મંદિર અને સર્વે બાળકો અભિનંદનના પાત્ર છે. જે કાર્યક્રમ થવાના છે તેમાં બાળકો એ ઘણી તૈયારી કરેલ છે. અને જયારે બાળકોએ મન થી તૈયારી કરી હોય તો તે કાર્યક્રમ સફળ જ થવાનો છે.

દેશનું નિર્માણ કરવાવાળા બાળકો જ છે. વિકટ પરિસ્થિતિમાં ઉભા રહેવાનું મન બાલ્ય અવસ્થામાં જ તૈયાર થાય છે. મનને તૈયાર કરવાનું જ્ઞાનમંદિરની શિક્ષાથી થઇ રહ્યું છે તે તમારા વર્તનમાં દેખાય છે. બાળકો દેશનું સમ્માન વધારે છે. દેશ આપણને બધું જ આપે છે ત્યારે આપણે પણ પરત આપતા શીખવું જોઈએ. તમે બધાય આગળ વધો અને દેશનું નામ રૌશન કરો એવી શુભેચ્છઓ સાથે મારી વાણી વિરમું છું.