Site icon Revoi.in

ઠંડીની સિઝનમાં ગેસની બોટલમાં ગેસ જામ થઈ જાય છે તો હવે જાણીલો તેના ઉપાય

Social Share

 

હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે ઘણા ઘરોમાં  ફ્રીઝ સિલિન્ડર ગેસનો ઉપયોગ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે કારણે કે ઘણી લવખત બોટલમાનો ગેસ જામ થી જતો હોય છે ત્યારે આવા સમયે તમારે કેટલાક એવા ઉપાય કરવા જોઈએ જેના થકી ગેસ જામ ન થાય.

ગેસ જામ થવાના કારણે તે ઝડપી પુરો પણ થઈ જાય છે તો હવે ગેસ બચાવવા માટે અને તેને જામ ન થવા માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી જૂઓ તમારો ગેસ વધુ ચાલશે અને જામ પણ નહી થાય.

ગરમપાણીનો કરો ઉપયોગઃ- ઠંડીની સિઝનમાં ગેસની બોટલમાં ગેસ જામી જાય છએ આવી સ્થિતિમાં તમે ગેસની બોટલ પર ગરમ પાણી રેડી શકો છો જેનાથી  ગેસ જામ થશે નહી,જ્યારે સિલિન્ડરમાં ગેસ જામી જાય છે, ત્યારે તમે પહેલા ત્રણથી ચાર લિટર પાણીનો ઉપયોગ કરો અને તેને એક મોટા વાસણમાં ગેસની બોટલને આડી કરીને પાણીમાં રાખો. આમ કરવાથી સ્થિર ગેસ તેના મૂળ સ્વરૂપમાં આવે છે.

સિલિન્ડર વ્હીલનો કરો ઉપયોગઃ – ક્યારેક જમીનની ઠંડીને કારણે પણ સિલિન્ડરમાં ગેસ જામી જાય છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણી ગેસ બોટલ મૂકવાનું ખાનું વોશબિઝંગની આજૂબાજૂ હોય છે કારણ કે વોશબેઝિંગમાં પાણી આવજાવ કરતું હોવાથી ગેસ જામે છે આવા આ કિસ્સામાં, તમે સિલિન્ડર વ્હીલનો ઉપયોગ કરી શકો છો જે સિલિન્ડર ટ્રોલી તરીકે પણ ઓળખાય છે. સિલિન્ડર વ્હીલનો ઉપયોગ કરીને, ફ્લોર પર ન મૂકતા સિલિન્ડરને તેના પર રાખો

કંતાનનો કરો ઉપયોગ (કોથળો) – ગેસ સિલિન્ડર ગેસ થીજી ન જાય તે માટે તમે પ્લાસ્ટિકની કોથળીઓને બદલે શણની બોરીઓનો ઉપયોગ કરી શકો છો. આ માટે સિલિન્ડરની નીચે એકથી બે શણની બોરીઓ સારી રીતે ગોઠવીને તેના પર બોટલ રાખો. તમને જણાવી દઈએ કે જ્યુટ સિલિન્ડરને ગરમ રાખવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો સિલિન્ડરને એકથી બે બોરીઓમાં લપેટીને પણ રાખી શકો છો.