Site icon Revoi.in

મને પાર્ટી ટિકિટ આપશે તો હું ચોક્કસ લડીશ, પક્ષ નક્કી કરે તે જ શિરોમાન્યઃ વિજય રૂપાણી

Social Share

અંબાજીઃ ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજેતરમાં અંબાજીના દર્શન માટે પરિવાર સાથે આવ્યા હતા. અંબાજી મંદિર આવતા મંદિરના પૂજારીઓ દ્વારા રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અંબાજી મંદિર પહોંચી વિજય રૂપાણી પરિવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં શિસ્ત મહત્વની છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, નહીં લડાવે તો નહીં લડું, અમારે ત્યાં વ્યક્તિ નહીં પાર્ટી નક્કી કરશે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ગુજરાતની જનતાની સુખકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી. દાંતા તાલુકાના કુકડી ગામથી રામદેવરા જતા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો તેમને માટે રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી અને ગુજરાતના રામદેવરા જતા યાત્રાળુઓ જે મત્યું પામ્યા છે તેમને માટે માતાજીને પ્રાર્થના કરી સાથે વિજય રૂપાણી આ ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ચાર મહિના બાકી રહ્યા છે. તેને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સમક્ષ જણાવ્યું કે, મારે ચૂંટણી લડવી છે કે નહીં તે પાર્ટી નક્કી કરશે. પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડીશ અને પાર્ટી ના પાડશે તો નહીં લડું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો ચૂંટણી લડવાનો નિણર્ય પાર્ટી પર છોડ્યો હતો. અને ઉમેર્યું હતું કે, હું પક્ષનો શિસ્તબદ્ધ કાર્યકર છું. એટલે મારા માટે પક્ષનો નિર્ણય શીરમોર હોય છે. તેમણે ભાજપનો જંગી બહુમતીથી વિજ્યી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.