Site icon Revoi.in

જો વેપાર કરવાનો પ્લાન હોય તો,આના વિશે જાણી લો

Social Share

ગુજરાતમાં એક મોટો વર્ગ રહે છે જેમને પોતાનો બિઝનેસ અને વેપાર છે. આ ઉપરાંત મોટો વર્ગ એવો છે કે જેમને વેપાર ધંધામાં પોતાનું ભવિષ્ય બનાવવું છે. તો આવામાં લોકોએ આ વેપાર ધંધા વિશે જરૂરથી જાણવું જોઈએ.

ડેરી પ્રોડક્ટનો બિઝનેસ (Dairy Product Business) શરૂ કરી શકો છો. ડેરી ઉત્પાદનોનો ઉપયોગ રોજિંદા જીવનમાં થાય છે. તેમાં બગાડ ઓછો રહે છે. ડેરી પ્રોડક્ટના બિઝનેસમાં તમે માત્ર 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

બકરી ઉછેર (goat farming) કરવાનો વ્યવસાય પણ કરી શકો છો. બકરી ઉછેરને કોમર્શિયલ વ્યવસાય માનવામાં આવે છે, જે દેશની અર્થવ્યવસ્થા અને પોષણમાં ઘણો ફાળો આપે છે. બકરી ઉછેરના વ્યવસાય માટે કેન્દ્ર સરકાર તરફથી 35 ટકા સબસિડી મળે છે. સાથે જ ઘણી રાજ્ય સરકારો પણ આ માટે સબસિડી આપે છે.

માછલી ઉછેરના વ્યવસાય પણ સારો વિકલ્પ છે. જેમાં તમે વાર્ષિક માત્ર 25,000 રૂપિયા ખર્ચ કરીને સરેરાશ 1.75 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. હાલ ખેડૂતો શાકભાજી ઉપરાંત મત્સ્યઉદ્યોગ (Fisheries) પર પણ ધ્યાન આપી રહ્યા છે.