Site icon Revoi.in

કમરમાં દુ:ખાવો થવાની સમસ્યા છે તો સાવધાન થઈ જજો,તાત્કાલિક કરો ઉપાય

Social Share

કેટલાક લોકોને આજના સમયમાં કમરમાં દુ:ખાવાની સમસ્યા હોય છે. આ પ્રકારના દુ:ખાવાની સમસ્યા તે લોકોને વધારે હોય છે જે લોકોને વધારે સમય બેસી રહીને નોકરી કરવાની હોય છે અથવા એવા લોકોને હોય છે જે લોકો વધારે વજન ઉચકીને ફરતા હોય છે. આવામાં હવે આ દુ:ખાવાની સમસ્યાથી આંખો ફેરવવી જોઈએ નહીં કારણ કે તેનાથી ભારે નુક્સાન થઈ શકે છે. તો આ લોકોએ હવે ઘરેલું ઉપાયનો સહારો લેવો જોઈએ.

જાણકારી અનુસાર જો કમરના દુખાવા અને શરીરના દુખાવાની સમસ્યા તમને વારંવાર પરેશાન કરતી હોય તો હળદર અને મધ ઉમેરીને એક ગ્લાસ ગરમ દૂધ પીવો. આનાથી કમરનો દુખાવો, શરીરનો દુખાવો અને શરદી અને ફ્લૂમાં રાહત મળશે.

આ ઉપરાંત નારિયેળ તેલમાંથી બનેલા ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. બીજી તરફ નારિયેળના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી પણ ફાયદો થશે. તેનાથી કમરના દુખાવા અને શરીરના દુખાવાની સમસ્યામાં રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઉપાયો જે ઘરેલું હોય છે તે ક્યારેક કેટલાક લોકોને માફક નથી આવતા તો તે લોકોએ ડોક્ટર અથવા સલાહકાર પાસેથી માહિતી જરૂરીપણે મેળવવી જોઈએ અને કોઈ પણ પ્રકારના અખત્રા પણ કરવા જોઈએ નહીં જેથી કરીને તેઓ કોઈ મુશ્કેલીમાં પડી જાય