Site icon Revoi.in

તમે પણ ગણપતિ બાપ્પાના ભક્ત છો,તો એકવાર આ પ્રખ્યાત મંદિરોની અવશ્ય લો મુલાકાત

Social Share

ભગવાન ગણેશ હિન્દુઓના સૌથી પ્રિય અને આદરણીય દેવતાઓમાંના એક છે. ગણેશજીને તેમના ભક્તો અલગ અલગ નામથી બોલાવે છે.શિવ પાર્વતીના પુત્ર ગણેશ ભગવાનની પૂજા કર્યા વિના કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી.ત્યારે અમે તમને કેટલાક પ્રખ્યાત ગણેશજી મંદિરો વિશે જણાવીશું જ્યાં તમારે એકવાર જવું જોઈએ.

કેરળના કાસરગોડમાં મધુવાહિની નદીના કિનારે આવેલું મધુર મહાગણપતિ મંદિર, ભારતનું બીજું પ્રખ્યાત ગણેશ મંદિર છે. અહીં હંમેશા ભક્તોનો જમાવડો રહે છે. આ પ્રખ્યાત મંદિરનું નિર્માણ 10મી સદીમાં કુંબલાના માયાપદી રાજાઓએ કરાવ્યું હતું.

જયપુરમાં એક નાની ટેકરી પર આવેલું મોતી ડુંગરી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. ગણેશને સમર્પિત મોતી ડુંગરી ગણેશ મંદિર 1761માં સેઠ જય રામ પલ્લીવાલની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. સુંદરતાથી ભરેલા આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દરરોજ અસંખ્ય ભક્તો આવે છે. મોતી ડુંગરી મંદિર ભારતના સૌથી મોટા ગણેશ મંદિરોમાંનું એક છે.

મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિરની ખ્યાતિ વિશે દરેક વ્યક્તિ જાણે છે. ભગવાનના દર્શન કરવા માટે દરરોજ હજારો લોકો આ મંદિરની મુલાકાત લે છે.લક્ષ્મણ વિઠુ અને દેઉબાઈ પાટીલે 1801માં બંધાવેલા આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી. આ મંદિરમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા છે.