Site icon Revoi.in

 જો તમે એડવેન્ચર પ્રેમી છો તો હવે જોઈલો આ સ્થળો, ફરવાની મજા બનશે બમણી

Social Share

 

સામાન્ય રીતે ઘણા લોકોને એન્ડવેન્ચર કરવુ ગમે છે,આ માટે દેશભરમાં ઘણા જાણીતા સ્થળો છે,આજે કેટલીક એવી જ જગ્યા વિશે વાત કરીશું જ્યાં ફરવાની તમારુ માઈન્ડ ફ્રેશ થી જશે.

જો હાલમાં તમે કોઈ સાહસિક જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અમે એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે કેમ્પિંગ માટે જઈ શકો છો. આજુબાજુ હરિયાળી કરવાની અને વચ્ચે પડાવ નાખવાની મજા જ અલગ હોય છે.

જાણો એન્ડવેન્ચર માટેના જાણીતા સ્થળો

હિમાચલ પ્રદેશની ચંદ્રતાલ ઝીલ 

‘ચંદ્રનું સરોવર’ તરીકે ઓળખાતું આ સ્થળ લાહૌલ અને સ્પિતિ ખીણમાં સમુદ્ર સપાટીથી 4 હજાર 300 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ઘણા પ્રવાસીઓ અહીં કેમ્પિંગ માટે આવે છે. ઉનાળાના વેકેશન દરમિયાન તમે આ જગ્યાએ કેમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો. અહીંના સુંદર નજારા તમને મંત્રમુગ્ધ કરી દેશે.

જમ્મુ કાશ્મીરનું સોનમર્ગ

સોનમાર્ગ કાશ્મીરનું એક મનોહર શહેર તરીકે ઓળખાય છે.અહીની વાદીઓમાં ટહેલવાનો આનંદ અનેરો હોય છે. સવારે અહીંની સુંદરતા જોઈને તમારું મન મોહી જશે તમે હિમાલયની પર્વતમાળાઓ અને સુંદર રીતે મુક્ત વહેતા સિંધ સાગર દોઆબના કેટલાક અદભૂત દૃશ્યોનો આનંદ માણી શકો છો.

હિમાચલ પ્રદેશની સોલંગ વેલી

હિમાચલ પ્રદેશની સોલાંગ વેલી પર મોટી સંખ્યામાં સાહસ પ્રેમીઓ જોવા મળશે, આ સ્થળ તેમને વધુ આકર્ષે છે. ઉનાળા દરમિયાન, આ સ્થાન પર દૂર-દૂરથી પ્રવાસીઓ અને શિબિરાર્થીઓની વિશાળ ભીડ આવે છે.અહી કુદરતી નઝારો મન મોહક હોય છે

હિમાચલ પ્રદેશની સ્પીતી વેલી

કેલાંગ જિલ્લામાં સ્પીતિ વેલી એ એક એવી જગ્યા છે જ્યાં તમને ઘણીવાર સાહસ પ્રેમીઓ જોવા મળશે. ઉનાળો અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. પ્રકૃતિના સુંદર નજારા જોવા માટે મે અને જૂન મહિનામાં સ્પિતિ વેલીમાં કેમ્પિંગ ટ્રિપની યોજના બનાવો.

Exit mobile version