Site icon Revoi.in

યુટ્યૂબ પર વીડિયો જોતી વખતે જાહેરાતથી પરેશાન છો, તો હવે જોઈલો આ ટ્રિક, તમારા મનોરંજનમાં એડ નહી બને અડચણ

Social Share

આજકાલ દરેક લોકો મનોરંજ માટે મોબાઈલ કે લેપચોપ ,કમ્પ્યૂટરનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે, ખાસ કરીને યુટ્યૂબ થકી અનેક લોકો વીડિયો,ફિલ્મ વગેરે જોઈને મનોરંજન પુરુ પાડતા હોય છે, જો કે ઘણી વખત યુટ્યૂબ  વીડિયો જોતી વખતે અવનવી એડ વારંવાર આવતી હોય છે જેને લઈને આપણાને વીડિયો જોવામાં ખલેલ પહોંચે છે.

યુટ્યૂબના વિશ્વભરમાં 2 બિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે. આ માધ્યમે સર્જક અને દર્શકને એક સાથે જોડવાનું કામ કર્યું છે. આજે, મોટી સંખ્યામાં લોકો વીડિયો જોવા માટે અન્ય કોઈપણ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ કરતાં યુટ્યૂબ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. આ પ્લેટફોર્મ પર, તમને મનોરંજન, શિક્ષણ, મુસાફરી, જીવનશૈલી વગેરે જેવી વિવિધ બાબતોથી સંબંધિત વિડિઓઝ જોવા મળશે. જો કે યુટ્યુબ પર વિડીયો જોતી વખતે અનેક પ્રકારની એડ્સ આવે છે. જેના કારણે ઘણા લોકો આ એઈડ્સથી પરેશાન થઈ જાય છે. જો કે આ એડ ન આવે તે માટે શું કરવું? તેની ટ્રિક આપણે જાણીશું

વીડિયોમાં આવતી એડ્સથી બચવા આટલું કરો

આ માટે સૌથી પહેલા તમારે મોબાઈલ ફોનમાં તમારી યુટ્યુબ એપ ઓપન કરવી પડશે.

ત્યાર બાદ  તમે જે વિડિયો સ્ટ્રીમ કરવા માંગો છો તે શોધો.

સર્ચ બારમાં વિડિયો દર્શાવ્યા બાદ તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.

આ પ્રક્રિયા કર્યા પછી, તમારે વિડિઓની નીચે ડાઉનલોડનો વિકલ્પ પસંદ કરવો પડશે.

એકવાર વિડિયો ડાઉનલોડ થઈ જાય, પછી તમે તેને ઑફલાઇન માણી શકો છો.

અ દરમિયાન, વિડિયો સ્ટ્રીમ કરતી વખતે એડ્સ વચ્ચે આવશે નહીં.

આ પગલાંને અનુસરીને, તમે એડ્સ જોયા વિના વિડિઓને સ્ટ્રીમ કરી શકશો.